લોડ થઈ રહ્યું છે...

અમદાવાદીઓ ગરમીમાં બહાર નીકળતા ચેતજો, હવમાન વિભાગે 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે.

image
X
સમગ્ર રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ગરમીને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ દરમિયાન શહેરનું તાપમાન 45 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના શહેરોનું  તાપમાન 40 ડિગ્રીથી પણ વધવાની શક્યતા છે. 

5 દિવસ રહેશે વો્ર્મ નાઇટ
ગુજરાતમાં ફક્ત દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 2 દિવસ સુધી વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યામાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે ગરમીમાં વધારો જોવા મળશે.
વિવિધ શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા પોરબંદર, મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, પાટણ, ગાંધીનગર, રાજકોટ, આણંદ, સુરત, ભાવનગર, વલસાડ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ સાબરકાંઠા અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
બપોરે તંત્ર દ્વારા બહાર ન નીકળવાની સલાહ
રાજ્યમાં રાત્રે પણ દિવસ જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગરમીમાં હીટવેવની સ્થિતિમાં બપોરે 1 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે ત્યારે હવે વોર્મ નાઈટના કારણે 8 વાગ્યા પછી પણ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે પણ બપોરે ફૂંકાતા ગરમ પવનોની અસર દેખાઈ રહી છે.

Recent Posts

બંગાળ હિંસા પર સલાહ આપવા બદલ બાંગ્લાદેશને ભારતનો કડક જવાબ

અજમેર શરીફ દરગાહ વિવાદમાં રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને રાહત નહી, જાણો સમગ્ર મામલો

14 વર્ષ જૂના કેસમાં જગન રેડ્ડી સામે EDએ કરી મોટી કાર્યવાહી, 800 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

એલોન મસ્કને લાગ્યો ઝટકો! ફેડરલ કોર્ટનો આદેશ-DOGE ને અમેરિકનોનો વ્યક્તિગત ડેટા મળશે નહીં

અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયાની ધરપકડ, 2 આતંકવાદી સંગઠનો સાથે છે સંબંધો

દિલ્હીના સીલમપુરથી હિન્દુઓનું સ્થળાંતર! યુવકની હત્યા બાદ વિસ્તારમાં ગભરાહટ, PM મોદી અને CM યોગી પાસે માંગી મદદ

સીઝનની વચ્ચે આ ખેલાડીને મળ્યું IPL ટીમમાં સ્થાન, ઓક્શનમાં રહ્યો હતો અનસોલ્ડ

અમેરિકી દળોએ ફરી એકવાર હુથી બળવાખોરો પર વિનાશ વેર્યો, તેલ બંદરગાહ પર બોમ્બમારો, 38 લોકોના મોત, 102 લોકો ઘાયલ

ટ્રમ્પને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો! નાગરિકતાનો નિર્ણય મુલતવી રાખ્યો, હવે શું થશે? જાણો

ગુજરાત-રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ, આ રાજ્યોમાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી