અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, SG હાઈવે, સોલા, ગોતા સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં બરોબરનો જામ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી આગાહી છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ , તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB