અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાનો સર્વે, 79% લોકો સર્વિસથી નાખુશ
એર ઇન્ડિયાની સેવાઓ અંગે મુસાફરોમાં અસંતોષ ઝડપથી વધી રહ્યો છે. 12 જૂને અમદાવાદમાં ફ્લાઇટ AI171 ના ભયાનક અકસ્માત પછી આ અસંતોષ વધુ ઘેરો બન્યો છે. લોકલસર્કલ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સની ગુણવત્તા, જાળવણી, સલામતી અને મુસાફરોની સુવિધાઓ અંગે ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે.
આ સર્વે મુસાફરોના અનુભવોના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરના હજારો નાગરિકોએ ભાગ લીધો હતો અને એર ઇન્ડિયાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. 79 ટકા મુસાફરોએ ફ્લાઇટ્સની ગુણવત્તા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
સર્વેમાં સામેલ 79 ટકા મુસાફરોનું માનવું હતું કે, એર ઇન્ડિયાના વિમાનોની સ્થિતિ અને જાળવણી ખૂબ જ નબળી છે. 2024માં આ આંકડો 55 ટકા હતો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, એક વર્ષમાં મુસાફરોના અનુભવોમાં ભારે ઘટાડો થયો છે.
અકસ્માતથી મુસાફરોની ચિંતામાં વધારો
12 જૂનના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171, જે બોઇંગ 787 ડ્રીમલાઇનર હતી, અમદાવાદમાં ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં242 મુસાફરોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો, જ્યારે જમીન પર રહેલા 34 મુસાફરોના પણ મોત થયા હતા. આ ઘટના એર ઇન્ડિયાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને મુસાફરોનો ભય વધુ ઘેરો બન્યો છે.
સર્વેમાં 15,000 મુસાફરોએ લીધો ભાગ
આ સર્વેમાં દેશના 307 થી વધુ જિલ્લાઓમાંથી લગભગ 15,000 મુસાફરોએ ભાગ લીધો હતો. તેમાંથી 63 ટકા પુરુષો અને 37 ટકા મહિલાઓ હતી. 44 ટકા સહભાગીઓ ટિયર-1 શહેરોમાંથી, 26 ટકા ટાયર-2 માંથી અને 30 ટકા ટિયર- 3, 4, 5 અને ગ્રામીણ વિસ્તારોના હતા. આ સર્વે મુસાફરોના વ્યાપક અનુભવો પર આધારિત હતો.
અનેક સ્તરે ફરિયાદો
સર્વેમાં, 48 ટકા મુસાફરોએ કહ્યું કે તેમને તેમના બેગેજ હેડલિંહગના મુદ્દે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 2024 માં આ સંખ્યા 38 ટકા હતી. 36 ટકા મુસાફરોએ ફ્લાઇટની મનોરંજન વ્યવસ્થા નબળી ગણાવી હતી, જે ગયા વર્ષે 24 ટકા હતી. 31 ટકા મુસાફરોએ એર ઇન્ડિયાની ગ્રાહક સેવા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે 2024 માં આ આંકડો 24 ટકા હતો. તેવી જ રીતે, 31 ટકા મુસાફરોએ ખોરાકની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats