2025નું 1.42 કરોડનું બમ્પર ઓપનીંગ મેળવનારી ગુજરાતી ફિલ્મ બની "ઓલ ધ બેસ્ટ પંડ્યા"
ધીરે ધીરે ગુજરાતી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર કાઠુ કાઢી રહી છે. ત્યારે આ વખતે બમ્પર ઓપનીંગ સાથે પહેલા જ દિવસે સુપર સ્ટાર મલ્હાર ઠાકરની ફિલ્મે 1.42 કરોડનું કલેકશન કર્યું છે. પીઢ અભિનેતા દર્શન જરીવાલા અને મલ્હારને સેન્ટરમાં રાખીને બાપ દિકરાના ખાટા મીઠા સંબંધોને ફિલ્મી પરદે સુંદર રીતે રજૂ કરાયા છે. ફિલ્મની વાર્તા પ્રેમ ગઢવી અને તેમની ટીમે લખી છે. જ્યારે પ્રોડ્યુસર તરીકે સતત હીટ ફિલ્મો આપનાર જીગર ચૌહાણે વધુ એક હીટ તરીકે નામ નોંધાવ્યું છે. તો આ તરફ ડિરેકટર રાહુલ ભોલે અને તેની ટીમે વધુ એક વખત ગુજરાતી દર્શકો પર પોતાના જાદુ દેખાડ્યો છે.
ફિલ્મમાં જાણીતા ગુજરાતી અભિનેત્રી અને ખીચડી ફેમ વંદના પાઠકની આ વર્ષે બેક ટુ બેક થર્ડ રિલીઝ છે... તો આ તરફ ગુજરાતી ઈન્ટરનેટ સેન્સેશન યુક્તિ રાંદેરીયા અને મલ્હારની જોડી અને કેમેસ્ટ્રી ખૂબ જામે છે. સતત કંઈક નવું આપી દર્શકોને હંમેશા ચોંકાવનારા મલ્હાર ઠાકર આ વખતે પણ પોતાના ચાહકોને બિલ્કુલ નિરાશ નથી કરતા ઈનફેક્ટ વકિલ તરીકે અને એક દિકરા તરીકે મલ્હારનું અલગ રુપ આપ આ ફિલ્મમાં જોઈ શકોછો. બાપ અને દિકરાના સુંદર સંબંધોને દર્શન જરીવાલા અને મલ્હાર ઠાકરે અદ્ભૂત રીતે કચકડે કંડારી સ્ક્રીન પર જીવંત કર્યા છે...
ફિલ્મનો બેક ગ્રાઉંડ સ્કોર અપીલીંગ છે. સંગીત ઓલરેડી હીટ થઈ ચુક્યું છે. એમાં પણ જીગરદાન ગઢવી, આમીર મીર, આદિત્ય ગઢવીના અવાજનો જાદુ જોવા મળશે તો સાથે ફિલ્મની સિનેમેટોગ્રાફી અને ઓવરઓલ રીચછે... ફિલ્મની વાર્તા તમને છેક સુધી જકડી રાખશે. તમામ કલાકારોનું પર્ફોમન્સ સારું છે. જો ગુજરાતી પરિવારના મુલ્યો સાથે કોર્ટ રુમ ડ્રામા સહિત પરિવાર સાથે જોવી માણવી ગમે તેવી ફિલ્મ એટલે ઓલ ધ બેસ્ટ પંડ્યા..
ફિલ્મને વર્ડ ઓફ માઉથથી જ જબરદસ્ત રેકોર્ડ બ્રેક ઓપનીંગ મળ્યું છે ત્યારે આગળ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડવા માટે ફિલ્મ અને સમગ્ર ટીમને "ઓલ ધ બેસ્ટ પંડ્યા"
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats