પાલનપુર થ્રી લેગ એલીવેટેડ બ્રિજના લોકાર્પણની સાથે જ અકસ્માતનું પણ ઉદઘાટન, પ્રથમ દિવસે થયા 2 એક્સિડન્ટ

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું આજે ઉદઘાટન કરાયું છે. ત્યારે બ્રિજ શરૂ થયાના પ્રથમ દિવસે જ બ્રિજ પર બે અકસ્માતની ઘટના સામે આવી છે. એક અકસ્માતમાં રિક્ષા પિકઅપ ડાલા પાછળ ઘૂસતાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બીજા અકસ્માતમાં અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી.

image
X
રાજ્યમાં લોકોની સુવિધા માટે ગઇકાલે જ પાલનપુર ખાતે થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. પરંતુ બ્રિજના લોકાર્પણની સાથે જ અકસ્માતનું પણ ઉદઘાટન થઇ ગયું છે. બ્રિજના ઉદઘાટનની સાથે જ પ્રથમ દિવસે 2 અકસ્માત થયા હતા. જેમાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. 

બ્રિજ પર થયેલા બે અકસ્માત પૈકી  એક અકસ્માતમાં રિક્ષા પિકઅપ ડાલા પાછળ ઘૂસતાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બીજા અકસ્માતમાં અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી ગયાની ઘટના સામે આવી છે. રાજસ્થાન તરફથી એક પિકઅપ ડાલુ બ્રિજ પર ચડતાં જ પાછળથી રિક્ષા પિકઅપ પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. 
અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત
બીજા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, બ્રિજ શરૂ થયાની મોડીસાંજે એક અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં પણ કોઇ જાનહાનિ થઇ નથી, પરંતું કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આમ, બ્રિજ શરૂ થયાના પ્રથમ દિવસે જ બે અકસ્માત સર્જાતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ 
બનાવના પગલે લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં અને રિક્ષામાં સવાર ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળ પર દોડી જઇ અકસ્માતના કારણે થયેલો ટ્રાફિક નિયંત્રણ કરાવ્યો હતો.

Recent Posts

વડોદરા IOCLમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

કેનેડામાં ખાલિસ્તાની સક્રિય, 4-5 દિવસમાં મોટો હંગામો થવાની ભીતિ વચ્ચે હિન્દુ મંદિરના કાર્યક્રમો રદ્દ

દેહરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને કાર અથડાતાં 6 લોકોના મોત

અંક જ્યોતિષ/ 12 નવેમ્બર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 12 નવેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 12 નવેમ્બર 2024: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

મણિપુરમાં CRPF દ્વારા મોટી કાર્યવાહી, જીરીબામમાં એન્કાઉન્ટરમાં 11 ઉગ્રવાદીઓ માર્યા ગયા

વટવા પોલીસ સ્ટેશનના PI ની કામગીરીને સલામ, ફરિયાદીની પુત્રીની સારવારનો તમામ ખર્ચ ઉઠાવ્યો

વડોદરાની કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ, કિલોમીટરો સુધી દેખાયાં ધુમાડાનાં ગોટેગોટા

બેડની નીચે સુસાઈડ નોટ મુકી છે, પોલીસ પુછે તો બતાવી દેજો, પતિનાં ત્રાસથી કંટાળી પત્નીએ જીવન ટુંકાવ્યું