લોડ થઈ રહ્યું છે...

ભાવનગરમાં એમ્બરગ્રીસ માછલીની ઉલટીનો જથ્થો ઝડપાયો, કૂલ 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત

image
X
ભાવનગરમાં સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આ એમ્બરગ્રીસનો જથ્થોની બાતમીના આધારે SOG ટીમે શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગી સ્મ્રુતિ કોમ્પલેક્ષ પાસેથી એક શખ્સને શંકાસ્પદ રીતે ઝડપી લીધો છે. 

 માછલીની ઉલટી અંબરગ્રીસ વજન 1.165 કિ.ગ્રા.નો જથ્થો કબજે
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં ગેરકાયદે રાખેલા વ્હેલ માછલીની ઉલટી અંબરગ્રીસનો જથ્થો જેની કિંમત રૂપિયા 1 કિલ્લો 165 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,16,50,000ના મુદ્દામાલ સાથે  ખડસાલિયા ગામે રહેતા અમરૂભાઇ સેલારભાઇ દેસાઇને ઝડપી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આગાઉ મહુવા સહિતના સ્થળ પરથી પણ વ્હેલ માછલીની ઉલટી અંબરગ્રીસનો જથ્થો ઝડપાયો હતો, ત્યારે આ જથ્થો ક્યાંથી આવ્યો અને અગાઉ ઝડપાયેલા જથ્થા સાથે કોઈ કનેક્શન છે કે, કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

શું હોય છે વ્હેલની ઉલટી?
આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે. 
એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે. 

Recent Posts

રાજ્યમાં આજે આ જિલ્લાઓમાં વરસશે છુટોછવાયો વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

યુટ્યુબર માટે મિત્રતા બની સમસ્યા, જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં પ્રિયંકા સેનાપતિ કોણ છે? જાણો

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત