અમેરિકાએ લીધો યુ-ટર્ન, હવે ઈઝરાયેલને એક અબજ ડોલરના આપશે શસ્ત્રો

બિડેને ધારાસભ્યોને કહ્યું છે કે ઇઝરાયેલને એક અબજ ડોલરના શસ્ત્રો મોકલવામાં આવશે. અમેરિકાનો આ નિર્ણય તેના નિર્ણયની વિરુદ્ધ છે જે અંતર્ગત તેણે કહ્યું હતું કે ઈઝરાયેલને બોમ્બની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે.

image
X
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સાંસદોને કહ્યું છે કે ઈઝરાયેલને એક અબજ ડોલરના શસ્ત્રો મોકલવામાં આવશે. અમેરિકાનો આ નિર્ણય તેના નિર્ણયની વિરુદ્ધ છે જે અંતર્ગત તેણે કહ્યું હતું કે ઈઝરાયેલને બોમ્બની સપ્લાય બંધ કરવામાં આવશે. અમેરિકાએ તાજેતરમાં ઈઝરાયેલને ભારે બોમ્બની સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું કે અમે આવો પ્રતિબંધ એટલા માટે લગાવી રહ્યા છીએ કે ઇઝરાયેલ અમારા દ્વારા આપવામાં આવેલા બોમ્બનો ઉપયોગ ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં ન કરી શકે. તે જ સમયે, બિડેને ફરી પુનરોચ્ચાર કર્યો છે કે અમેરિકા ઇઝરાયેલને એક અબજ ડોલરના શસ્ત્રો આપશે. 

અમેરિકી સંસદના ત્રણ કર્મચારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હથિયારોનો આ કન્સાઈનમેન્ટ ક્યારે મોકલવામાં આવશે તે અંગે હજુ કોઈ માહિતી નથી. ગયા અઠવાડિયે જ, યુએસ પ્રમુખ જો બિડેને પ્રથમ વખત જાહેરમાં ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે જો ઇઝરાયેલી સેના દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર હુમલો કરશે, તો યુએસ તેમને શસ્ત્રોનો પુરવઠો બંધ કરશે. બિડેને એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં સ્પષ્ટ કરી દીધું છે કે જો ઈઝરાયેલ રફાહ તરફ આગળ વધશે તો અમેરિકા ઈઝરાયેલને હથિયારો નહીં આપે.

બિડેને સ્વીકાર્યું કે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં નાગરિકોને મારવા માટે અમેરિકન હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલ દ્વારા અત્યાર સુધીમાં 34,789 પેલેસ્ટિનિયનો, જેમાં મોટાભાગે નાગરિકો હતા, માર્યા ગયા છે. ઇઝરાયેલે આ અઠવાડિયે રફાહ પર હુમલો કર્યો, જ્યાં 10 લાખથી વધુ પેલેસ્ટિનિયનોએ આશરો લીધો છે. રફાહ પર હુમલા પછી, બિડેને આ મહિને ઇઝરાયેલને 2,000 પાઉન્ડના 3,500 બોમ્બની શિપમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ હવે બિડેન પ્રશાસન દ્વારા ઈઝરાયેલમાં હથિયારોની પ્રથમ ખેપ મોકલવાના સમાચાર સામે આવ્યા છે.

એક અબજથી વધુની કિંમતનો દારૂગોળો મોકલવામાં આવશે
યુએસ કોંગ્રેસના કર્મચારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે જાહેર કરાયેલ હથિયાર પેકેજમાં  દારૂગોળો માટે આશરે  70 કરોડ અમેરિકન ડોલરની સહાય કરવામાં આવી છે.    વાહનો માટે 50 કરોડ અમેરિયકન ડોલર અને  મોર્ટાર રાઉન્ડ માટે  60 કરોડ અમેરિયકન ડોલર ફાળવવામાં આવ્યા છે.

Recent Posts

મેં ભૂલ જ નથી કરી તો હું કેવી રીતે સ્વીકારું : બ્રિજભૂષણ શરણ સિંહ

LokSabha Election 2024 : આઝમગઢમાં અખિલેશની રેલીમાં નાસભાગ, પોલીસે બેકાબૂ ભીડ પર કર્યો લાઠીચાર્જ

ભાવનગર ખાતે બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત, 1નો આબાદ બચાવ

LokSabha Election 2024 : PM મોદીએ બિહારમાં સભાને સંબોધતા કહ્યું કોણ છે તેમનો રાજકીય વારસ

સ્વાતિ માલીવાલ અંગે અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું જો સાંસદને મુખ્યમંત્રી આવાસમાં માર મારવામાં આવે તો...

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો, મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા

ઈરાને હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તરત જ અમેરિકા પાસે માંગી હતી મદદ, વિદેશ વિભાગે જણાવ્યું આ કારણ

LokSabha Election 2024 : આ ગામમાં થયું 100 ટકા મતદાન, વોટિંગ કરવા ફ્લાઇટથી પહોંચ્યો યુવક

અમદાવાદીઓ ગરમીમાં બહાર નીકળતા ચેતજો, હવમાન વિભાગે 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ

બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ફાયરિંગમાં એકનું મોત, 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ