પાકિસ્તાન-ભારત તણાવ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂકાયો
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. કોઈ પણ પ્રસંગમાં ફટાકડા નહીં ફોડી શકાય. કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહિ શકાય. 15 મે સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે.
15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને તેને તબાહ કરી નાંખ્યા હતાં. ત્યાર બાદ પાકિસ્તાન દ્વારા દેશના 15 શહેરો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુરૂવારે જમ્મુ કાશ્મીર સહિત ત્રણ રાજ્યોમાં પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતાં. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી મિસાઈલ અને ડ્રોન તોડી પાડ્યા હતાં અને પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાને કચ્છના સિરક્રિક અને સરહદી વિસ્તારમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરી બ્લેક આઉટ જાહેર કરાયુ હતુ. રાજ્ય સરકારે 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મુકી દીધો છે.
હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, ગુજરાતમાં આગામી 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર કાર્યક્રમ કે ઈવેન્ટમાં ફટાકડા નહીં ફોડી શકાય.બનાસકાંઠા બોર્ડર પર આવેલ નડાબેટ સીમા દર્શન પણ બંધ કરી દેવાયું છે. બીજી તરફ કચ્છમાં સુરક્ષા વધારી દેવાઈ છે. નારાયણ સરોવર પાસે હથિયારધારી જવાનો તૈનાત કરી દેવાયા છે.
મુખ્યમંત્રીએ કરી ખાસ બેઠક, યુદ્ધની તૈયારીઓ અંગે કરી સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. તેમણે ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB