લોડ થઈ રહ્યું છે...

અમરેલી: રાજુલા નજીક ડાયપરના કારખાનામાં ભીષણ આગ યથાવત, ફાયર વિભાગ લાગી કામે, જુઓ વીડિયો

image
X
અમરેલીના રાજુલા નજીક ડાયપરના કારખાનામાં ભીષણ આગ લાગી છે. ડાયપરના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ભીષણ આગના કારણે કારખાનાની દિવાલ ધરાશાયી થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડે આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

મળતી માહિતી મુજબ, અમરેલીના હિંડોરણા નજીક ડાઈપરના કારખાનામાં ભીષણ આગ લાગી છે. આગ કંટ્રોલ થયા બાદ ફરી એકવાર શરૂ થઈ છે. હજારો લીટર પાણીનો છંટકાવ છતા આગ યથાવત છે. 6 ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં લાગી છે.  પવનની ગતિના કારણે આગ ફરીવાર પ્રસરી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે,  ડાયપરના કારખાનામાં ભીષણ આગના કારણે કાળાડૂબાંગ ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા છે. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ બૂજાવવા ભારે મહેનત કરી રહ્યું છે. જોકે આગ બુજાવવા સ્થાનિક તંત્ર તનતોડ મહેનત કરી રહી છે. કારખાનામાં આગ લાગતાની સાથે સ્થાનિકો જોવા માટે ઉમટ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કારખાનામાં ભીષણ આગ લાગતા માલિકને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.