ભારત અને શ્રીલંકા વચ્ચેની રોમાંચક મેચ ટાઈ
231 રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિતે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઓપનર શુભમન ગિલ 35 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ 47 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેન વેલ્લાલાઘેને આઉટ કર્યા હતા. વોશિંગ્ટન સુંદર માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર સેટ થયા બાદ આઉટ થયા હતા.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 47.5 ઓવરમાં માત્ર 230 રન જ બનાવી શકી હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે પાંચ રનની જરૂર હતી અને તેની બે વિકેટ બાકી હતી. 48મી ઓવરમાં શ્રીલંકાના કેપ્ટન અસલંકાએ શિવમ દુબે અને અર્શદીપ સિંહને સળંગ બોલ પર આઉટ કરીને મેચ ટાઈ કરી હતી. ભારત સામેની પ્રથમ વનડેમાં બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે ડુનિથ વેલાલાગે અને નિસાન્કાએ અડધી સદી ફટકારી હતી. એક સમયે શ્રીલંકાની ટીમે 105ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ વેલ્લાલાઘે અને નિસાન્કાની મદદથી ટીમે શાનદાર વાપસી કરી અને એટલે 200નો સ્કોર પાર કર્યો.
ભારતીય ટીમની ધમાકેદાર શરૂઆત બાદ મેચ રોમાંચક થયો
231 રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિતે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઓપનર શુભમન ગિલ 35 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ 47 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેન વેલ્લાલાઘેને આઉટ કર્યા હતા. વોશિંગ્ટન સુંદર માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર સેટ થયા બાદ આઉટ થયા હતા. કોહલીએ 32 બોલમાં 24 અને શ્રેયસે 23 બોલમાં 23 રન બનાવ્યા હતા. રાહુલ 31 રન બનાવીને આઉટ થયો હતો અને અક્ષર 33 રન બનાવીને આઉટ થયો હતો.
વેલ્લાલેજેની શાનદાર બેટિંગથી શ્રીલંકા 200 પાર પહોંચ્યું
શ્રીલંકાએ ટોસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણય શ્રીલંકા માટે કંઈ ખાસ સાબિત થયો ન હતો અને તેને ત્રીજી ઓવરમાં જ પહેલો ફટકો પડ્યો હતો. મોહમ્મદ સિરાજે તેની બીજી ઓવરમાં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. નિસાંકા અને મેન્ડિસ વચ્ચે બીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી છે. કુસલ મેન્ડિસ 31 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. શિવમે તેને આઉટ કર્યો. સાદિરા સમરવિક્રમા 18 બોલમાં માત્ર 8 રન બનાવી શકી હતી. કેપ્ટન ચરિથ અસલંકા 21 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. પથુમ નિસાન્કા 75 બોલમાં 56 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જેનીથ લિયાંગે (20)ને અક્ષરે આઉટ કર્યો હતો. હસરંગાએ 35 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. ડ્યુનિથ વેલ્લાલેજે 65 બોલમાં અણનમ 67 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ પહેલા ભારતે ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું.
બોલરોની વાત કરીએ તો ભારત તરફથી સૌથી વધુ અક્ષર અને અર્શદીપે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે શ્રીલંકા તરફથી સ્પિનર હસરંગા અને અસલંકા 3 -3 વિકેટ લીધી છે. હવે પછીની બીજી મેચ 4 ઓગસ્ટે કોલમ્બોમાં રમાશે.