અંજાર: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, 4ના મોત, એકની શોધખોળ યથાવત
અંજાર તાલુકાના ભવાનીપુરના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યાના સમચાર મળી રહ્યા છે. જેમાંથી 4 બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળકની ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા 4 બાળકોના મૃતદેહને બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. 5 બાળકો તળાવમાં ડૂબતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યા હોસ્પિટલ
તળામાં ડૂબેલા બાળકોની શોધ ખોળ કરીને સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા છે. આગળની કાર્યવાહી માટે અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. ત્યારે બાકી રહેલા બાળકની શોધ ખોળ કરવામાં આવી રહી છે.
બાળકો ન્હાવા માટે પડ્યા હતા તળાવમાં
સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાળકો બપોરના સમયે ભેંસો લેવા ગયા હતા, તડકો વધારે હોવાથી માલધારી પરિવારના 5 બાળકો તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. તળાવમાં ન્હાવા પડેલા તમામ બાળકો એક પછી એક ડૂબવા લાગ્યા હતા. સાંજે બાળકો ભેંસો લઈને ઘરે ન ભરતા પરિવારે બાળકોની શોધ કરી હતી, ત્યારે તેમને ખબર પડતા તેમણે તંત્રને જાણ કરી હતી. તંત્ર દ્વારા ચાર બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક બાળકની શોધ ખોળ કરી રહ્યા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats