અદાણીને વધુ એક ઝટકો! આંધ્રપ્રદેશ પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ કરી શકે છે રદ

અમેરિકામાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે રોકાણકારો સાથે લાંચ અને છેતરપિંડીના આરોપો બાદ ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપની મુશ્કેલીઓ સતત વધી રહી છે.

image
X
અમેરિકામાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે રોકાણકારો સાથે લાંચ અને છેતરપિંડીના આરોપો બાદ ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે એવા સમાચાર છે કે આંધ્ર પ્રદેશ અદાણી ગ્રુપ સાથે સંબંધિત પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ રદ કરી શકે છે. આ માટે આંધ્ર સરકાર ફાઈલોની સમીક્ષા કરી રહી છે. રોયટરના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

આંધ્ર પ્રદેશની રાજ્ય સરકાર કથિત આરોપોમાં અગાઉના વહીવટીતંત્રની તમામ આંતરિક ફાઇલોની તપાસ કરી રહી છે, એમ રાજ્યના નાણા પ્રધાન પાયવુલા કેશવે સોમવારે રોઇટર્સને જણાવ્યું હતું. કેશવે કહ્યું, 'અમે એ પણ જોઈશું કે આગળ શું કરી શકાય, જેમ કે કોન્ટ્રાક્ટ રદ કરવાની કોઈ શક્યતા છે કે કેમ... રાજ્ય સરકાર આ મુદ્દા પર નજીકથી વિચાર કરી રહી છે.'

યુએસ સત્તાવાળાઓએ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો પર 2021 અને 2022 વચ્ચે ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સૌર ઉર્જા પુરવઠાના કોન્ટ્રાક્ટ મેળવવા માટે અમુક ભારતીય સરકારી અધિકારીઓને $265 મિલિયનની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત સાત અન્ય લોકો પર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના અધિકારીઓને બજાર દરે મોંઘી સૌર ઊર્જા ખરીદવા માટે લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. જો કે આમાં અધિકારીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. 

આરોપ છે કે આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારના એક અધિકારીને પ્રતિ મેગાવોટ રૂપિયા 25 લાખ ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય SECI પાસેથી 7,000 મેગાવોટ (7 GW) સૌર ઊર્જા ખરીદવા સંમત થયું. જોકે, અદાણી ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે. આંધ્ર પ્રદેશની અગાઉની સત્તાધારી પાર્ટી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ ગયા અઠવાડિયે કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. અહીં, ફ્રેન્ચ ઓઇલ અગ્રણી ટોટલએનર્જીએ સોમવારે અદાણી જૂથમાં વધુ રોકાણ અટકાવ્યું હતું. અદાણી ગ્રીનમાં ટેલએનર્જીઝની 20 ટકા ભાગીદારી છે.
ચંદ્રબાબુ નાયડુએ પણ નારાજગી વ્યક્ત કરી
ગયા શુક્રવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે અગાઉની વાયએસઆરસીપી સરકાર અને અદાણી જૂથને સંડોવતા કથિત લાંચ કૌભાંડ સંબંધિત યુએસમાં દાખલ કરાયેલ 'ચાર્જશીટ રિપોર્ટ' છે. તેમણે ગેરરીતિઓ સામે પગલાં લેવાનું 'વાયદો' કર્યો હતો. નાયડુએ જણાવ્યું હતું કે વાયએસઆરસીપી સરકાર અને અદાણી જૂથને સંડોવતા આરોપોએ દક્ષિણ રાજ્યની પ્રતિષ્ઠા અને તેની બ્રાન્ડ ઈમેજને નુકસાન પહોંચાડ્યું છે અને તેને "ખૂબ જ દુઃખદ વિકાસ" ગણાવ્યો છે.

Recent Posts

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

અલ્લુ અર્જુનને જેલમાં ન મળી VIP ટ્રીટમેન્ટ, જમીન પર સૂઈને રાત વિતાવી, જમ્યો પણ નહીં

'વન નેશન વન ઈલેક્શન' બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે, ચર્ચા માટે JPCને મોકલાશે

એક્ટર અલ્લુ અર્જુન વહેલી સવારે જેલમાંથી છૂટ્યો, અભિનેતાએ જેલમાં જ વિતાવી પડી રાત

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલને આપી મંજૂરી, હવે આ દેશમાં યોજાશે ભારતની મેચ

અંક જ્યોતિષ/ 14 ડિસેમ્બર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/14 ડિસેમ્બર 2024 :મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારું રાશી ભવિષ્ય