અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો, 9 માસના બાળકને હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર કેસ નોંધાઈ ગયા છે. ધીમે-ધીમે HMP વાયરલ ગુજરાતમાં પણ ઘર કરતો જોવા મળી રહ્યો છે.
ચીનમાં ખળભળાટ મચાવનાર હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરના લોકોના જીવ હવે તાળવે ચોટ્યા છે. ચીન બાદ ભારતમાં પણ HMP વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ગઈ કાલ સુધીમાં ત્રણ કેસ મળી આવ્યા છે. ત્યાર વધુ એક કેસ આજે અમદાવાદના બોપલ વિસ્તારમાં નોંધાયો છે. બોપલ વિસ્તારના 9 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
9 મહિનાના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
છેલ્લા ઘણા સમયથી HMP વાયરસે ચીનમાં ખળભળાટ મચાવી દીધો હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ આજે 9 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે બાળકને શરદી-ખાંસી અને શ્વાસની તકલીફ થતાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેનો રિપોર્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ HMP પોઝિટિવ આવ્યો છે.
ગઈ કાલે 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
ગઈ કાલે અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામમાં 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઈરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગે સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલ્યા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/