ઘાટલોડિયામાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, પોલીસની નિષ્ક્રિયતાનો આક્ષેપ, ગૃહ મંત્રી સુધી પહોંચ્યો મામલો

આ મામલે સોલા પોલીસે ગુનામાં સામેલ રવિ ઠાકોર, અર્જુન સોલંકી, અક્ષય ઠાકોર, અને સંજય ઠાકોર શહીદ કાયદાના સંઘર્ષમાં આવતા એક કિશોરની અટકાયત કરી હતી. આ ઘટનાની ગંભીરતા લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સેકટર 1 JCP, ઝોન 1 ઇન્ચાર્જ DCP અને સોલા પીઆઈને ગાંધીનગર બોલાવ્યા હતા.

image
X
ભાવેશસિંહ રાજપુત

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોને કાયદાનો કે પોલીસનો ડર જ ન હોય તે ફરી એકવાર સાબિત થયું છે. સોલા પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલો મીટરના અંતરે આવેલા ઘાટલોડિયાના શિવમ આર્કેડમાં રવિવારે સાંજે સવા સાત વાગ્યા આસપાસ આવા સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. 

રોજના 700 રૂપિયા લેખે ભાડે આપ્યું હતું મકાન
ફ્લેટમાં બી- 205 નંબર નું મકાન પંકજભાઈ નામના વ્યક્તિની માલિકીનું હોય જે તેઓએ ચાર દિવસ પહેલા અર્જુન સોલંકી નામના યુવકને રોજના ₹700 ભાડા લેખે આપ્યો હતો. તેમજ અન્ય હોદ્દેદારોએ તે યુવકોની પૂછપરછ કરતા એક યુવક જોઈ લેવાની ધમકી આપીને પોતાની એકટીવા લઈને ગયો અને રવિ ઠાકોર, પરા ઠાકોર, અર્જુન સોલંકી સહિત 15 જેટલા શખ્સો તલવાર સહિતના હથિયારો લઈને પહોંચ્યા હતા. 



માથામાં તલવારથી હુમલો કર્યો
જેઓએ સોસાયટીના ગેટ ઉપર ચડી ફરિયાદી વિષ્ણુભાઈ પટેલ અને સોસાયટીના રહીશ સુરેશભાઈ પટેલની જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં તલવારનો ઘા માર્યો હતો. જોકે સુરેશ પટેલ હટી જતા બચી ગયા હતા જે બાદ આરોપીઓએ સિક્યુરિટી કેબિન ઉપર અને દરવાજા ઉપર તલવારો અને લાકડીઓ વડે તોડફોડ કરી સીસીટીવી કેમેરાની ડિસ્પ્લે અને કેમેરા તોડી નાખ્યા હતા અને સોસાયટીના સભ્યોને જાણતી મારી નાખવાની ધમકીઓ આપી પથ્થર માર્યા હતા. 



પોલીસને જાણ થતાં 15 મિનિટમાં પહોંચી
જે ઘટનાની જાણ માટે કંટ્રોલ રૂમમાં 3 વાર જાણ કરવામાં આવી હતી, પોલીસને થતા 15 મિનિટ બાદ સોલા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફ્લેટમાં તપાસ કરતા મકાનમાંથી દારૂની 12 જેટલી બોટલો મળી આવી હતી. જે ઘટનાના લાઇવ વિડિયો અને સીસીટીવી ફૂટે સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી. 

ગૃહ મંત્રી સુધી મામલો પહોંચ્યો
આ મામલે સોલા પોલીસે ગુનામાં સામેલ રવિ ઠાકોર, અર્જુન સોલંકી, અક્ષય ઠાકોર, અને સંજય ઠાકોર શહીદ કાયદાના સંઘર્ષમાં આવતા એક કિશોરની અટકાયત કરી હતી. આ ઘટનાની ગંભીરતા લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સેકટર 1 JCP, ઝોન 1 ઇન્ચાર્જ DCP અને સોલા પીઆઈને ગાંધીનગર બોલાવ્યા હતા.



3 ગુના દાખલ કરાયા
સોલા પોલીસે આ મામલે રાયોટીંગ, હત્યાના પ્રયાસ અને પ્રોહીબિશનને લઈને કુલ 3 ગુના દાખલ કર્યા છે. જેમાં રાયોટીંગ, હત્યાના પ્રયાસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ ગુનામાં સામેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવામાં દારૂ ક્યાંથી લાવ્યા હતા હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ આરોપીઓ સાથે સામેલ હતું તે તમામ બાબતોને લઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

Recent Posts

આ વર્ષે પણ દિલ્હીમાં ફટાકડા નહીં ફોડી શકાય, 1 જાન્યુઆરી સુધી સંપૂર્ણ પ્રતિબંધ

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, આજે મધરાતથી આ 5 ટોલનાકા પર નહીં ચુકવવી પડે ફી

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! સરકારી એજન્સીએ આપી મહત્વની ચેતવણી, તમારા ફોન પર તરત જ કરો આ કામ

જેલમાં સોપારી, 4 અઠવાડિયાની રેકી, 3 શૂટર્સ અને 6 ગોળીઓ, જાણો બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી શું થયા ખુલાસા

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળી બોમ્બની ધમકી, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અંક જ્યોતિષ/ 14 ઓકટોબર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 ઓકટોબર 2024 : આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 14 ઓકટોબર 2024: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

ચેતજો... દિવાળીની ભીડનો લાભ લઈ માર્કેટમાં નકલી નોટ ફેરવતા બે શખ્સ ઝડપાયા

પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર