લોડ થઈ રહ્યું છે...

વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા 14 થી 15 જેટલી રીક્ષા અને થ્રી વ્હીલ ટેમ્પો સહિતના વાહનોમાં તોડફોડ

image
X
અમિત ઠાકોર, વડોદરા
વડોદરાના માંજલપુરથી જીઆઇડીસી તરફ જતા રોડ પર જાહેરમાં કોઈને નડતરરૂપ ન હોય તેવા રિક્ષા સહિતના 14 થી 15 જેટલી રીક્ષા અને થ્રી વ્હીલ ટેમ્પો સહિતના વાહનોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. વિસ્તારના ધંધાદારી લોકોએ તેમના સાધનોની તોડફોડ થતા નુકશાન કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાની સાથે તેમના ખર્ચાની વસૂલાત કરાવવા માગ કરી રહ્યા છે.

માંજલપુરથી જીઆઇડીસી તરફ જતા રોડ પર પવનનગર વિસ્તારમાં રહેતા ધંધાદારી લોકો રોજ પોતાની રીઢા તથા શાકભાજીનો ટેમ્પો ચલાવીને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રીક્ષા ચાલકો રોજ વહેલી સવારે પોતાની રીક્ષા, ટેમ્પો લઇ ધંધાર્થે નીકળી જતા હોય છે અને રાત્રિના સમયે કોઈને નડતરરૂપ ન થાય તે રીતના રિક્ષા રોડથી અંદરની સાઈડમાં પાર્ક કરે છે.
જ્યારે ઘણા લોકોની રિક્ષાના હપ્તા પણ ચાલુ છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો મોડી રાત્રિના સમય હથિયારો લઈને આવી આ ધંધાર્થી લોકોની રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પો સહિતના મળી 14 થી 15 વાહનોની તોડફોડ કરીને ફરાર થઈ ગયા હતા. 

સવારે માલિકો પોતાની રીક્ષા લઈને ધંધા માટે નીકળવા ઉઠયા તે દરમિયાન તેમની રિક્ષાના કાચ તૂટેલા જોવા મળ્યા હતા. પોતાના સાધનમાં તોડફોડ થઈ વિસ્તારના ધંધાદારી લોકોએ ત્યા લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્યારે કેટલાક અસામાજિક તત્વો આવીને રિક્ષાઓની તોડફોડ કરતા જોવા મળ્યા હતા. જેથી આ રીક્ષા ચાલકોએ નુકશાન કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સાથે તેમના ખર્ચાની વસૂલાત કરાવવા માગ કરી રહ્યા છે.