રાજ્યના મોટા ભાગના શહેરોમાં AQI 200ને પાર, શ્વાસની બીમારીનું સંકટ
ગુજરાત રાજ્યના અનેક મુખ્ય શહેરોમાં હાલમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં હવાની ગુણવત્તા (Air Quality Index- AQI) ચિંતાજનક રીતે વધી છે, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે.
મુખ્ય શહેરોમાં AQIની સ્થિતિ:
- અમદાવાદ: શહેરનો સરેરાશ AQI 215થી વધુ નોંધાયો છે, જે 'ખરાબ' શ્રેણીમાં આવે છે. શહેરમાં ધૂળ અને ધુમાડાને કારણે સવારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. સૌથી વધુ AQI થલતેજમાં 2૩5, બોડકદેવમાં 225, અને સાઉથ બોપલમાં 224 નોંધાયો છે.
- રાજકોટ: આ શહેરનો AQI 220ને પાર પહોંચ્યો છે. અહીં ખુલ્લી જમીન પરથી ઉડતી ડસ્ટ અને વાહનોનો ધૂમાડો મુખ્ય કારણભૂત છે. વૃક્ષોની ઓછી સંખ્યા પણ પ્રદૂષણ વધારી રહી છે.
- સુરત: મેગાસિટી સુરતનો સરેરાશ AQI 200ને પાર છે. સુરતમાં સૌથી વધુ AQI VIP રોડ પર 205 અને ડભોલીમાં 202 નોંધાયો છે. પ્રદૂષણના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી છે.
- વડોદરા: વડોદરાનો સરેરાશ AQI 194 નોંધાયો છે, જે 200ની નજીક છે. વડોદરામાં સૌથી વધુ AQI નંદેસરી GIDCમાં AQI 202 નોંધાયો છે.
નોંધ: AQI 200થી ૩00 વચ્ચે હોય તો તે 'ખરાબ' શ્રેણીમાં ગણાય છે, જે શ્વાસ અને હૃદયના રોગીઓ તેમજ બાળકો માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે.
પ્રદૂષણ માટે જવાબદાર પરિબળો:
આ બદલાતા વાતાવરણ અને વધતા પ્રદૂષણ માટે મુખ્યત્વે નીચેના પરિબળો જવાબદાર છે:
1. ઔદ્યોગિક ધુમાડો: શહેરની આસપાસ આવેલી ફેક્ટરીઓ અને કંપનીઓમાંથી નીકળતો ધુમાડો.
2. વાહનોની વધતી સંખ્યા: રસ્તાઓ પર સતત વધતી વાહનોની સંખ્યા અને તેમાંથી નીકળતો ધૂમાડો.
૩. ધૂળ (ડસ્ટ): ખુલ્લી જમીન અને બાંધકામના સ્થળો પરથી ઉડતી ડસ્ટ.
4. વૃક્ષોની અછત: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના માપદંડ પ્રમાણે પ્રતિ એક લાખની વસ્તીએ જેટલા વૃક્ષો હોવા જોઈએ, તેટલા વૃક્ષોની શહેરોમાં અછત છે.
સ્વાસ્થ્ય સંકટ:
પ્રદૂષિત વાતાવરણના પગલે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ડોક્ટરો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે AQIમાં આટલો વધારો થતાં શ્વાસ અને ફેફસાંની બિમારીઓનું જોખમ વધી જાય છે. નાગરિકોને હાલ પૂરતું બિનજરૂરી બહાર ન નીકળવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારે આ ખતરનાક સ્તરના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats