કડકડતી ઠંડીમાં તમારા હોઠ સુકાઈ રહ્યા છે?, તો અજમાવો આ ઘેરેલું ઉપાય
હાલ શિયાળાની ઋતુ શરુ થઇ ગઇ છે જેથી સ્કીન ફાટવા લાગે છે. જેમાં આપણા હોઠને પણ અસર થાય છે. હોઠ ફાટવા પણ લાગે છે અને ડ્રાય થઈ જાય છે.
ઠંડીમાં ત્વચા સહિત હોઠ પણ પ્રભાવિત થાય છે. હોઠ ફાટવા લાગે છે અને અમુક વખત તેમાથી લોહી પણ આવે છે. પરંતુ કેટલાક ઘરેલુ ઉપાયથી આ પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવી શકાય છે. રાહત મેળવવા માટે તમે નીચે મુજબના ઘરેલું ઉપાય કરી શકો છો.
ખાંડ અને મધની પેસ્ટનું સ્ક્રબ
આ પેસ્ટ બનાવવા સૌ પહેલા તમારે ખાંડ લેવી. તેને મિક્સરમાં પીસી લેવી. પછી એક ચમચી મધ ઉમેરવુ. આ પેસ્ટથી તમારા હોઠને પાંચથી દસ મિનિટ સુધી સ્ક્રબ કરવું. બાદમાં હોઠ પર મધ લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દેવું. એક દિવસ ગાળીને આ ઉપાય કરવાથી તમારા હોઠ અઠવાડિયામાં સુંદર દેખાવા લાગશે.
બીટ અને ખાંડની પેસ્ટ
આ પેસ્ટ બનાવવા સૌ પહેલા તમારે ખાંડ લેવી. તેને મિક્સરમાં પીસી લેવી ત્યારબાદ બીટમાં ખાંડ ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો. જેને તમારા હોઠ પર લગાવી દો. તેને હોઠ પર દશ મિનિટ સુધી રહેવા દો. દશ મિનિટ બાદ તેને ધોઈ લો. તેનાથી તમારા હોઠ ગુલાબી દેખાવા લાગશે.
હોઠને ચમકાવવા કરો આ ઉપાય
જો તમે તમારા હોઠ પર ચમક લાવવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા તમારી નાભિમાં સરસવનું તેલ લગાવીને સુઈ જાવ. તેનાથી તમારા હોઠ ચમકવા લાગશે.
Disclaimer:
લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો પ્રશ્નો અથવા સમસ્યા હોય, તો તમારા ડૉક્ટરની સલાહ લો.