Exclusive: અર્જુન મોઢવાડીએ સરદાર પટેલ અને ગાંધીજીને લઈ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું
અર્જુન મોઢવાડીયા એ કહ્યું કે, કોંગ્રેસે ગાંધીજીની ફક્ત વાતો જ કરી અમદાવાદનું ગાંધી મેમોરિયલ હોય કે પોરબંદરનું ગાંધીજીનું જન્મ સ્થળ મેમોરિયલ હોય તેમની શું સ્થિતિ કરી દીધી ? એમણે કયું કામ કર્યું UPA સરકારમાં મે વારંવાર કહ્યું કે, પોરબંદર ગાંધીજીનું જન્મ સ્થળ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસે પોતાની પોરબંદર સહિતની 5 બેઠકો ગુમાવી હતી, ત્યારે હવે ભાજપના ધારાસભ્ય બનતા જ અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે, કોંગ્રેસે ખાલી સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની ફક્ત વાતો કરી છે.
અર્જુન મોઢવાડીયા એ કહ્યું કે, કોંગ્રેસે ગાંધીજીની ફક્ત વાતો જ કરી અમદાવાદનું ગાંધી મેમોરિયલ હોય કે પોરબંદરનું ગાંધીજીનું જન્મ સ્થળ મેમોરિયલ હોય તેમની શું સ્થિતિ કરી દીધી ? એમણે કયું કામ કર્યું UPA સરકારમાં મે વારંવાર કહ્યું કે, પોરબંદર ગાંધીજીનું જન્મ સ્થળ છે. અને અહી સાબરમતી આશ્રમ છે. તેને વૈશ્વિક દરજ્જો આપવો જોઈએ. ગાંધીજીએ પોતાની સિગ્નેચરથી દસ્તાવેજ કરી 160 એકર જમીન ખરીદી હતી. જેમાંથી હવે ખાલી 5 એકર વિસ્તારમાં સાબરમતી આશ્રમ રહ્યો હતો. મોદીએ ગાંધીના નામે વાતો ન કરી પણ વૈશ્વિક કક્ષાનું મેમોરિયલ બનાવવાનું નક્કી કરાવ્યું. ભારત આખું ગૌરવ લઈ શકે તેવું મેમોરિયલ બનાવશે.
સરદાર વલ્લભભાઈ પટેલને લઈ કોંગ્રેસને ઘેરી
સરદાર સાહેબની વાતો કોંગ્રેસે ખૂબ કરી પણ સરદાર સાહેબનું સાચું મેમોરિયલ અને વૈશ્વિક મેમોરિયલ નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ફાઉન્ડેશન કયું. ત્યારે હું ટીકા કરનાર હતો. આજે વિશ્વભરના 60 લાખ પ્રવાસીઓ આવે છે. જેને કારણે આસપાસના 100 કિમીના વિસ્તારની અર્થ વયસ્થા અને જીવનધોરણ ઊચું આવ્યુ. નરેન્દ્ર ભાઈ ગાંધીના વિચારોને વધુ અમલમાં મૂકે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM