ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 8ના મૃતદેહ મળ્યા

ગણેશ વિસર્જન કરતા સમયે આજે ગાંધીનગરના દહેગામ ખાતે દુર્ઘટના બની હતી. જેમાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરતી વખતે 10 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 8 લોકોના મૃતદેહ મળ્યાં છે. જ્યારે અન્ય 5 લોકોની શોધખોળ ચાલુ છે.

image
X
અત્યારે સમગ્ર દેશ ગણેશોત્સવના રંગમાં રંગાઇ ગયો છે. વિઘ્નહર્તાને ખૂબ લાડપ્રેમથી પોતાના ઘરે લોકો આવકારતા હોય છે. પરંતુ  જ્યારે તેમને વિદાય આપવાનો સમય આવે ત્યારે ખૂબ ભારે હૃદયથી તેઓ ગણપતિને વિદાય આપતા હોય છે. પરંતુ આ વર્ષે બાપ્પાની વિદાય ખૂબ જ દુ:ખદાયક સાબિત થઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં વિવધ જગ્યાએ 17 લોકો નદીમાં ડૂબી ગયા છે. જંમાથી 15 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય લોકોની હજુ પણ શોધખોળ ચાલુ છે. 

આજે  દહેગામના વાસણા સોગઠી ગામમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન કરુણાંતિકા સર્જાઇ. જેમાં 10 લોકો મેશ્વો નદીમાં ડૂબી ગયા. જેમાંથી 8 મૃતદેહ મળ્યાં છે જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ શરૂ છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 
અત્યાર સુધી કુલ 12 લોકોનાં ડૂબી જવાથી મોત
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા, પાંચનાં મોત થયાં છે, જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશવિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે, જેમાં કુલ 15 લોકોનાં મોત નીપજી ચૂક્યાં છે. બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતાં 4 લોકોનાં, જ્યારે નડિયાદમાં 2 અને જૂનાગઢમાં 1 યુવકનું મોત નીપજ્યું હતું. 
ઉલ્લેખનીય છે કે, ગણેશવિસર્જન સમયે અકસ્માતે 10 લોકો ડૂબ્યા બાદ સ્થાનિક દ્વારા 8 યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેઓની શોધખોળ માટે NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

Recent Posts

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, આજે મધરાતથી આ 5 ટોલનાકા પર નહીં ચુકવવી પડે ફી

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! સરકારી એજન્સીએ આપી મહત્વની ચેતવણી, તમારા ફોન પર તરત જ કરો આ કામ

જેલમાં સોપારી, 4 અઠવાડિયાની રેકી, 3 શૂટર્સ અને 6 ગોળીઓ, જાણો બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી શું થયા ખુલાસા

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળી બોમ્બની ધમકી, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અંક જ્યોતિષ/ 14 ઓકટોબર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 ઓકટોબર 2024 : આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 14 ઓકટોબર 2024: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

ચેતજો... દિવાળીની ભીડનો લાભ લઈ માર્કેટમાં નકલી નોટ ફેરવતા બે શખ્સ ઝડપાયા

પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર

શૂટર ગુરમેલ પહેલા પણ કરી ચૂક્યો છે હત્યા, દાદીએ કહ્યું- તેને ગોળી મારી દો