પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલો, 4 સહિત 13ના મોત

બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરો લઈ જઈ રહેલા કાફલા પર આંતકી હુમલો થયો છે. આ હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

image
X
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરો લઈ જઈ રહેલા કાફલા પર આંતકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. પાકિસ્તાનના બે સુરક્ષાકર્મી ઘાયલ થયા છે. તેમજ આ હુમલો આજે ગ્વાદરમાં ફકીર બ્રિજ પર થયો હતો. જે પાકિસ્તાને આ હુમલાની પુષ્ટિ કરી છે. આની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી દ્વારા લેવામાં આવી છે. આ હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને આ ઘટનામાં  23 ચીની એન્જિનિયરો ત્રણ એસયુવી અને એક વેનના કાફલામાં આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન તેના પર આંતકી હુમલો શરૂ થયો હતો. અને હુમલા દરમિયાન હુમલાખોરોએ IED વિસ્ફોટ પણ કર્યો અને વાન પર ફાયરિંગ કર્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્વાદરના ફકીર બ્રિજ પર ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા 7 વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંને તરફથી સતત વિસ્ફોટ અને ગોળીબાર થઈ રહ્યો હતો. આ હુમલા બાદ ગ્વાદરને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને કોઈપણ વાહનને શહેરમાં જવા અને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

BLAની આત્મઘાતી ટુકડીએ ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. તથા BLAએ દાવો કર્યો છે કે, હુમલો હજુ પણ ચાલુ છે અને વધુ માહિતી પછી જાહેર કરવામાં આવશે. અને ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલા બાદ ગ્વાદરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો ચાલુ છે. બંદરને કોર્ડન કરી દેવામાં આવ્યા છે કારણ કે તમામ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યા છે.

Recent Posts

ભારત અને માલદીવ વચ્ચે થયા ઘણા મહત્વપૂર્ણ કરાર, જાણો વિગત

ઇઝરાયેલ-હમાસ યુદ્ધને 1 વર્ષ પૂર્ણ, અત્યાર સુધી 41000ના મોત, 101 ઇઝરાયેલીઓ હજુ પણ બંધક

ઇઝરાયેલ 10 વર્ષથી પેજર એટેક પર કામ કરી રહ્યું હતું, જાણો શું છે ઈન્સાઈડ સ્ટોરી

નેતન્યાહુ હવે ફ્રાંસ પર થયા ગુસ્સે ! ઇઝરાયેલ સેનાએ લેબનોનમાં ફ્રેન્ચ કંપની પર કર્યો બોમ્બમારો

9 વર્ષ બાદ ભારતના નેતા જશે પાકિસ્તાન, 15-16 ઓક્ટોબરે જયશંકર SCO સમિટમાં લેશે ભાગ

કિમ જોંગે આ દેશને આપી પરમાણુ હુમલાની ધમકી, જાણો શું છે મામલો

ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરવાનો માસ્ટર પ્લાન કર્યો તૈયાર ? પહેલા કરશે અંધારપટ્ટ અને પછી.....

ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે PM મોદીની અધ્યક્ષતામાં યોજાઇ CCSની બેઠક

કર્બલામાં આજે નસરાલ્લાહના અંતિમ સંસ્કાર, લેબનોન-તેહરાન સુધી ઈઝરાયેલના હુમલાનો ભય

બાંગ્લાદેશ સરકારે ભારત સહિત પાંચ દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા, અધિકારીઓ રોષે ભરાયા