સૈફ અલી ખાને હોસ્પિટલ લઈ જનાર ઓટો ડ્રાઈવરને મળ્યું 50 હજારનું ઈનામ

સૈફ અલી ખાન સ્વસ્થ થયા પછી તેને સમયસર હોસ્પિટલ લઈ જનાર ઓટો ડ્રાઈવરને મળ્યો, તેની સાથે વાત કરી અને ફોટો પડાવ્યા. આ ઉપરાંત ઈનામ પણ આપ્યું છે.

image
X
સૈફ અલી ખાનને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે હવે ઘરે આરામ કરી રહ્યો છે. જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે તેનો ડ્રાઈવર ઘરે ન હતો અને તે ઓટો દ્વારા હોસ્પિટલ ગયો હતો. સ્વસ્થ થયા બાદ સૈફ ઓટો ડ્રાઈવરને મળ્યો અને તેનો આભાર પણ માન્યો. ડ્રાઈવરનું નામ ભજનસિંહ રાણા છે. અગાઉ ડ્રાઈવરે કહ્યું હતું કે સૈફે તેને મળ્યા પછી શું કહ્યું, ત્યારે હવે એક અપડેટ આવ્યું છે કે અભિનેતાએ ડ્રાઇવરને ઈનામ રુપે પૈસા પણ આપ્યા છે.

ડ્રાઈવરે સૈફને શું કહ્યું?
ઓટો ડ્રાઈવરને પુછવામાં આવ્યું કે તમને સૈફે શું કહ્યું ત્યારે ડ્રાઈવરે કહ્યું કે સૈફે કહ્યું કે એ સમયે સમય સાથે હોસ્પિટલ પહોંચાડ્યો એ જ મહત્વનું છે. ત્યાર બાદ ડ્રાઈવરને પુછવામાં આવ્યું કે શું તમને પૈસા મળ્યા, ત્યારે તેમણે કહ્યું કે એ તો એ જાણે જ છે. અમે આ વાત નહીં કરીએ. અમારી કોઈ માંગ નથી. એ જે આપે એ ઠીક, ના આપે તો પણ ઠીક. વધુમાં કહ્યું કે તેમણે જે આપ્યું એ અમે લઈ લીધું.' 

સૈફે કેટલા પૈસા આપ્યા?
દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈફે ઓટો ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપ્યા છે. અગાઉ, ઓટો ડ્રાઇવરે તે રાત્રે વિશે જણાવ્યું હતું કે તે તેના માર્ગ પર હતો જ્યારે કોઈએ તેને ફોન કર્યો અને મદદ માટે બોલાવ્યો. સૈફ સાથે એક બાળક અને અન્ય એક વ્યક્તિ હતો. ઓટોમાં બેસતાની સાથે જ સૈફે પૂછ્યું કે કેટલો સમય લાગશે અને ડ્રાઈવરે કહ્યું 8-10 મિનિટ.

ડ્રાઈવરે એમ પણ કહ્યું હતું કે સૈફને ઘણું લોહી વહી રહ્યું હતું અને તેનો સફેદ કુર્તા-પાયજામા લાલ થઈ ગયો હતો. તે સમયે તેણે સૈફ પાસેથી પૈસા પણ લીધા ન હતા. સૈફે તેને મળ્યા બાદ હવે ઓટો ડ્રાઈવરનો આભાર માન્યો છે. બંનેના એક સાથેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Recent Posts

બોલીવુડ ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ઓફિસમાં થઇ ચોરી, 40 લાખ લઇ ચોર ફરાર

આ બોલિવૂડ અભિનેતાની પત્ની કેન્સરની પીડાથી પીડાઈ, કહ્યું- તેના માતાપિતાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું

આ બોલિવૂડ અભિનેતાએ ખરીદી અનોખી બાઇક, બન્યા પહેલા સેલિબ્રિટી

અક્ષય કુમાર-તબ્બુની ફિલ્મ ભૂત બાંગ્લામાં અદ્ભુત શાસ્ત્રીય નૃત્ય હશે

સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડાના 4 વર્ષ પછી નાગા ચૈતન્યએ મોન તોડ્યું...

પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારીએ પરિવાર સાથે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી

સલમાન ખાનના ફાર્મ હાઉસ પર હુમલો કરનાર આરોપીને મળ્યા જામીન

અક્ષય કુમારએ તેનું વોરલીમાં આવેલું લક્ઝ્રરી એપાર્ટમેંટ 80 કરોડમાં વેચ્યું

એપિક વન-લાઈનર્સથી લઈને નેક્સ્ટ-લેવલ એક્શન સુધી, વાંચો Badass Ravi Kumarનો રિવ્યૂ

સોનુ સૂદનું કયા કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું, જાણો શું છે સમગ્ર મામલો