અયોધ્યા: રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ઈ-મેઈલમાં લખ્યું-'વધારી દ્યો મંદિરની સુરક્ષા'
યુપીના અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટને ઈમેલ મોકલીને રામ મંદિર પર હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના એક વ્યક્તિએ રામ મંદિર ટ્રસ્ટને એક ઈમેલ મોકલીને મંદિર પર હુમલાનો ભય વ્યક્ત કર્યો છે. રામ મંદિરની સુરક્ષા અંગેની આ માહિતી મેઇલ દ્વારા મોકલવામાં આવી છે, ત્યારબાદ પોલીસ અને ગુપ્તચર વિભાગે તપાસ શરૂ કરી છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી. ઈમેલમાં લખ્યું હતું, 'વધારી દ્યો મંદિરની સુરક્ષા.' જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટા ષડયંત્રની ધમકી આપવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લેતા, રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક
રામ મંદિરને આ ધમકી ભર્યો ઈમેલ મળ્યા પછી, અયોધ્યામાં સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યું અને વિગતવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સાથે, બારાબંકી, ચંદૌલી જેવા અન્ય જિલ્લાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા કારણ કે આ જિલ્લાઓના ડીએમને પણ મેઇલ દ્વારા બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેઇલ તમિલનાડુથી મોકલવામાં આવ્યા છે. હવે સાયબર સેલે આ મેઇલ્સની તપાસ શરૂ કરી દીધી છે, જેથી મેઇલ મોકલનારની ઓળખ કરી શકાય. હાલમાં, અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats