હવે બેંકોની મનમાની નહીં ચાલે, RBIએ આપી આ મોટી ચેતવણી
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો પર કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. આ માટે બેંકોના ઉચ્ચ અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે
હવે દેશની બેંકો ન તો પોતાની મનમાંની ચલાવી શકશે ન તો ભૂલ કરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કેટલીક બાબતોમાં ખૂબ જ કડક છે અને આમાં કોઈપણ પ્રકારની ઢીલ રાખવા તૈયાર નથી. તેથી, તેણે બેંકોના અધિકારીઓ અને ઓડિટરોને 'ઝીરો ટોલરન્સ'નો સંદેશ પણ આપ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) મંગળવારે દેશની તમામ કોમર્શિયલ બેંકોના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર્સ અને એક્સટર્નલ ઓડિટર્સ સાથે એક મોટી બેઠક યોજવા જઈ રહી છે. આ પહેલા આરબીઆઈએ તમામને મીટિંગનો એજન્ડા પણ જણાવ્યો છે.
સેન્ટ્રલ બેંકે તમામ બેંકોના મુખ્ય નાણાકીય અધિકારીઓ અને ઓડિટર્સને કમ્પ્લાયન્સ અને રેગ્યુલેટરી નિયમો ઝીરો ટોલરન્સની પદ્ધતિ પર કામ કરવા જણાવ્યું છે. આ અંગેની માહિતી ધરાવતા સૂત્રોને ટાંકીને ETએ એક સમાચારમાં જણાવ્યું છે કે RBIના બે ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવ અને જે. સ્વામીનાથન બેંકોના સીએફઓ અને ઓડિટર્સ સાથે બેઠક યોજવાના છે.
બેલેન્સ શીટને લઈ જાણો શું છે એજન્ડા
આ મીટિંગમાં, આરબીઆઈ બેંકોના સીએફઓ અને ઓડિટર્સને બેંકોની બેલેન્સ શીટને સંપૂર્ણ સ્થિતિમાં રાખવાની તેમની જવાબદારી પૂરી કરવા સૂચના આપી શકે છે. બેલેન્સ શીટમાં બેંકોની નાણાકીય સ્થિતિનો સચોટ ખ્યાલ આપવો જોઈએ.
બેંકો અને ઓડિટર્સ વચ્ચે વિશ્વાસનો અભાવ
એક વરિષ્ઠ બેન્કરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બેન્કો અને ઓડિટર વચ્ચે સતત ખેંચતાણ જોવા મળી રહી છે. આનું એક કારણ વિશ્વાસનો અભાવ છે અને બીજું કારણ નિયમોના અર્થઘટન અંગે બંને વચ્ચેનો મતભેદ છે. વિવાદનો સૌથી મોટો મુદ્દો આવકની ઓળખ અને લોનની જોગવાઈનો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/