BCCI એ ભારતીય ટીમના આ મેચોનું સ્થળ બદલ્યું, જાણો ટીમ ઈન્ડિયાનું નવું શેડ્યૂલ
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. આ દરમિયાન, BCCI એ ટીમ ઇન્ડિયાના કેટલાક ઘરેલુ મેચોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ અને પછી દક્ષિણ આફ્રિકા ઓક્ટોબરમાં ભારત આવશે, BCCI એ આ શ્રેણીમાં રમાનારી 2 મેચનું સ્થળ બદલ્યું છે. બોર્ડે સોમવારે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, કેટલીક મેચોનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે.
ભારતીય સિનિયર પુરુષ ક્રિકેટ ટીમ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ, વનડે અને ટી20 શ્રેણી રમશે. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થશે. પહેલી ટેસ્ટ અમદાવાદમાં રમાશે. બીસીસીઆઈએ બીજી ટેસ્ટ માટે સ્થળ બદલ્યું છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાશે
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ 10 થી 14 ઓક્ટોબર દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમવાની હતી, પરંતુ BCCI એ તેનું સ્થળ બદલી નાખ્યું છે. હવે આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટનું સ્થળ બદલવામાં આવ્યું
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી રમાશે. પહેલા આ મેચ દિલ્હીમાં યોજાવાની હતી. હવે BCCIએ આ મેચનું સ્થળ બદલીને કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રાખ્યું છે. ભારતના પ્રવાસ પર, દક્ષિણ આફ્રિકાની ટીમ 2 ટેસ્ટ પછી 3 ODI અને 5 T20 મેચ રમશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મેચોનું સ્થળ પણ બદલાયું
BCCIએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઉટફિલ્ડ અને પીચના નવીનીકરણને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચેની વનડે શ્રેણી ચેન્નાઈથી ખસેડવામાં આવી છે. હવે શ્રેણીની પ્રથમ બે વનડે મેચ ન્યૂ ચંદીગઢના ન્યૂ પીસીએ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે છેલ્લી વનડે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
દક્ષિણ આફ્રિકાની પુરુષ A ટીમ 30 ઓક્ટોબરથી ભારત A ટીમ સાથે 2 મલ્ટી-ડે અને 3 ODI મેચ રમશે. 2 મલ્ટી-ડે મેચ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે. પરંતુ 3 ODI મેચનું સ્થળ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ખસેડવામાં આવ્યું છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats