ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ BCCIનો મોટો નિર્ણય, ક્રિકેટરોની ફેમિલી માટે બનાવાયા કડક નિયમો, પત્નીઓ સાથે નહીં રહી શકે

ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ હાર્યા બાદ BCCI નવા અને કડક નિયમો લાવવા જઈ રહી છે. નવા નિયમો હેઠળ પત્નીઓ આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. પરિવાર ફક્ત 2 અઠવાડિયા માટે સાથે રહી શકે છે.

image
X
ઓસ્ટ્રેલિયાથી મળેલી હાર બાદ BCCIએ મોટો નિર્ણય લીધો છે. હવે ક્રિકેટરોના પરિવાર માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ, જો કોઈ ટૂર્નામેન્ટ 45 કે તેથી વધુ દિવસની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે માત્ર 14 દિવસ રહેવાની મંજૂરી આપવામાં આવશે, અને જો ટુર ઓછા દિવસોની હોય તો તે 7 દિવસની થઈ શકે છે.

નવા નિયમો હેઠળ પત્નીઓ આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. પરિવાર ફક્ત 2 અઠવાડિયા માટે સાથે રહી શકે છે. તમામ ખેલાડીઓએ ટીમ બસમાં મુસાફરી કરવાની રહેશે. ગૌતમ ગંભીરના પર્સનલ મેનેજરને પણ VIP બોક્સ કે ટીમ બસમાં બેસવા દેવામાં આવશે નહીં. તેમને બીજી કોઈ હોટેલમાં રોકાવું પડશે. જો ખેલાડીઓનો સામાન 150 કિલોથી વધુ હોય તો BCCI ખેલાડીઓને આપવામાં આવતી વધારાની લગેજ ફી ચૂકવશે નહીં.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતની હાલત ખરાબ હતી
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂરી થયેલી પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 1-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી.

Recent Posts

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા, તો ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

કોઈનો શ્વાસ રૂંધાયો તો કોઈના હાડકા તૂટ્યા, હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ નાસભાગમાં ફસાયેલા લોકોએ જણાવી આપવીતી

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

ભાગદોડ કેમ થઈ? સીડીઓ પર શું પરિસ્થિતિ હતી અને રેલ્વે અધિકારીઓ ક્યાં હતા? તપાસ ટીમે પુરાવા કર્યા એકત્રિત

'એલોન મસ્ક મારા બાળકના પિતા', ઇન્ફ્લુએન્સરનો દાવો; મસ્કે આપ્યો આ જવાબ

પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ, જિલ્લાની સરહદો પર વાહનોની અનેક કિલોમીટર લાંબી લાગી લાઇન

ભાવનગર: સિહોર તાલુકાની GIDC-1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટ, ચાર શ્રમિકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કામ કરતાં કુલીએ જણાવ્યું ઘટના અંગે, કહ્યું- અમે ઓછામાં ઓછા 15 મૃતદેહો ઉપાડ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યા

SURAT: પ્રફુલ સાડી ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીની માતા અને ડોન ફઝલુ રહેમાનની મુશ્કેલીઓ વધી, અરેસ્ટ વોરંટ ઇશ્યૂ; જાણો શું છે મામલો