સ્વાસ્થ્યના ભોગે Ready to eat food ખાતા પહેલા ચેતજો !
21 મી સદીના ઝડપી યુગમાં લોકો સતત દોડી રહ્યાં છે. જોકે લોકોના ખાન પાન અને કાર્યશૈલી ચેન્જ થતા જો સામાન્ય જનજીવનના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો સામાન્ય કરતા મધુપ્રમેહ , ઓબેસીટી , ર્હદયના હુમલા, ડિપ્રેશન ,કેંસર જેવા કેસીસમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
21 મી સદીના ઝડપી યુગમાં લોકો સતત દોડી રહ્યાં છે. જોકે લોકોના ખાન પાન અને કાર્યશૈલી ચેન્જ થતા જો સામાન્ય જનજીવનના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો સામાન્ય કરતા મધુપ્રમેહ , ઓબેસીટી , ર્હદયના હુમલા, ડિપ્રેશન ,કેંસર જેવા કેસીસમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
આપણા સંસ્કારોમાં ચાર સુખો વર્ણવતા કહેવાયું છે કે...
પહેલું સુખ તે જાતે નર્યા ,
બીજુ સુખ તે ઘેર દિકરા ,
ત્રીજું સુખ તે કોઠીએ જાર અને
ચોથું સુખ તે ગુણિયલ નાર.
જો કે આજની એકવીસમી સદીમાં કુટુંબો વિભક્ત બન્યાછે . કુટુંબના દરેક લોકો અને પતિ-પત્નિ બંને કમાતા થયા છે.ગુણિયલ નર- નારી મળવા અઘરા બન્યા છે. કમાણીની લ્યાહમાં તેમજ કામના સ્થળે સમયસર પહોંચવાની તજવીજમાં લોકો પોતાના ખાનપાન પ્રત્યે બેજવાબદાર બન્યા છે. આધુનિક સગવડો, ફ્રીજની સુવિધા , સમયનો અભાવ અને રેડી ફુડ ઓર્ડર ફેસીલીટીને કારણે ઘરે જાતે કાચુ ફુડ કાપી ગરમ તાજુ ફુડ બનાવી ખાવું અઘરું બન્યું છે જેને કારણે લોકો ફ્રોઝન ફુડના રવાડે ચડી ગયા છે. ક્યારેક મજબૂરી વશ પણ લોકો અનહેલ્ધી ફુડ ખાવા માટે મજબૂર બન્યા છે.
સંગ્રહીત ફ્રોઝન ફુડ ખાવાને કારણે માણસ શરીરને રોગનું ઘર બનાવી રહ્યા છે. રેડીમેઈડ ફુડમાં હાઈડ્રોજેનેટેડ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ચરબીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. સામાન્ય રીતે બહાર ભણતા એકલા રહેતા યુવાનીયાઓમાં જંકફુડ અને ફ્રોઝન ફુડનો ક્રેઝ ઘણો વધ્યો છે.
સામાન્ય રીતે સ્ટાર્ચ શરીર માટે ખુબ નુકશાનકારક માનવામાં આવે છે. ફ્રોઝન ફુડને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે સ્ટાર્ચનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવામાં આવેછે.સ્ટાર્ચ શરીરમાં રસાયણો સાથે ભળતાની સાથે જ સુગરમાં રુપાંતરીત થઈ જાય છે. ડાયાબિટીઝના દર્દી માટે આ ખૂબજ જોખમી માનવામાં આવે છે. ફ્રોઝનફુડ કે જંક ફુડ વધારે સમયસુધી પડી રહેવાને કારણે ખોરાકમાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ પણ વધી જાય છે. જે તમારી ચરબીમાં વધારો કરી દે છે. બીન જરુરી ચરબી યુક્ત ખોરાક ખાવાથી ભૂખ તો થોડો સમય માટે સંતોષાય છે પરંતુ જરુરી પોષકતત્વોના મળવાથી ફરી ફરીને ભુખ લાગે છે જેને કારણે ઓવર ઈટીંગને કારણે પણ શરીર વધી જાય છે અને વ્યક્તિ ઓબેસીટીનો શિકાર બને છે આ ઉપરાંત ચરબી અને કોલેસ્ટ્રોલ વધવાથી ચિંતા સ્ટ્રેસ વધે છે જેની માણસના દિલ પર સીધી અસર પડેછે. જેને કારણે ર્હદયરોગનું જોખમ પણ વધી જાયછે.