અવારનવાર નદીમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે 2 જ દિવસમાં 3 અલગ-અલગ સ્થળોએ લોકોની નદીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. આજે મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા ગયેલા 3 યુવકોનું મૃત્યું થયું છે. ત્યારે ગઇકાલે સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા હતા. જેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હતા. જેમાંથી 1 યુવાનને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો લીધો હતો. તથા 1 કિશોરનો મૃતદેહ મળ્યો હતો હજુ પણ 6 લોકોની શોધખોળ શરુ છે. ગઇકાલે નવસારીમાં અંબિકા નદીના કિનારે 1 બાળકનું મૃત્યુ થયું હતું. નદીના કિનારે એક બાળક પગ ધોવા માટે ગયો હતો. જ્યાં બાળક ડૂબવા લાગતા તેનો મિત્ર તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો. પરંતુ મિત્રને બચાવવા જતા 11 વર્ષીય ઉમેરખાનનું મોત થયું છે. સ્થાનિકોએ 1 બાળકને બચાવી લીધો હતો અને 1નું મૃત્યુ થયું હતું.
મોરબીની મચ્છુ નદીમાં કુલ 7 બાળકો નહાવા માટે પડયા હતા. જેમાંથી 3 બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા. મોરબીની મચ્છુ નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાનો પ્રાથમિક કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ,અને વધુ તપાસ હાથધરી હતી.મચ્છુ 3 ડેમ હેઠવાસમાં સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા છે. ડૂબેલા યુવાનો રોટરી નગરના હોવાનું બહાર આવ્યું છે. પરમાર ચિરાગ, ભંખોડિયા ધર્મેશ, ભંખોદિયા ગૌરવ આ ત્રણ યુવાનોના હાલમાં કોઈ અતોપતો મળ્યો નથી.
ગઇકાલે નર્મદા નદી ખાતે 7 લોકો ડૂબ્યા
ગઇકાલે જ પોઇચા ખાતે ફરવા ગયેલા લોકો નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા. નર્મદા નદીમાં 8 લોકો ન્હાવા પડ્યા હતા જેમાંથી 3 બાળકો સહિત 7 લોકો ડૂબી ગયા હતા. જયારે 1 યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો. મૂળ અમરેલીનો પરિવાર સુરતની ક્રિશ્વાપાર્ક ખાતે રહેતો હતો. પોઇચા ખાતે ફર્યા બાદ તેઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. આજે NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ફક્ત 1 જ મૃતદેહ મળ્યો હતો. જ્યારે અન્ય 6 લોકોનાં મૃતદેહની શોધખોળ હજુ પણ ચાલુ છે.