લોડ થઈ રહ્યું છે...

ભરુચ: કોબલા ગામે હડકવા ગ્રસ્ત ભેંસનું મૃત્યુ, દૂધ પીનારા 32 ગ્રામજનોને અપાઇ વેક્સિન

image
X
ભરૂચના આમોદ તાલુકાના કોબલા ગામમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. હડકવાગ્રસ્ત ભેંસનું મોત થયા બાદ તેનું દૂધ પીનારા લોકો નજીકના આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી લેવા માટે દોડી ગયાં હતાં. અત્યાર સુધીમાં 32 લોકોએ હડકવાની રસી લીધી છે. 

ઉલ્લેખનિય છે કે કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ રાજની ભેંસને કોઈ હડકવા ગ્રસ્ત કૂતરું કરડી જતાં લાંબા ગાળા પાછી ભેંસને હડકવા ઉપડ્યો હતો. ભેંસે એક બચ્ચાને જન્મ આપતા ભેંસના દૂધમાંથી બરી બનાવવામાં આવી હતી અને તેને લોકોએ આરોગી હતી. ત્રણ દિવસ બાદ ભેંસનું હડકવાના કારણે મોત થતાં બરી ખાનારા લોકોમાં ભય ફેલાયો હતો. ભેંસના માલિકે જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી.

ત્રણ દિવસ બાદ ભેંસના મોત થતા તબીબી તપાસમાં હડકવાના લક્ષણો પુષ્ટિ થતા ખળભળાટ મચ્યો. આ અંગે જાણ થતા ભેંસના માલિક સહિત ગામના 32 લોકોએ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી વેક્સિન મુકાવી. આમોદ આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ. માનસીએ જણાવ્યું કે જેમણે ભેંસનું દૂધ પીધું હતું, તેમને સાવચેતીરૂપે વેક્સિન આપવામાં આવી છે અને વધુ લોકો પણ વેક્સિન લેવા આવતા હોવાનું જણાવાયું.