ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ
ગુજરાતમાં આમ તો દારુ બંધી જ છે, તેમ છતાં ગુજરાતના અનેક વિસ્તારોમાંથી વાર-તહેવારે દારુ મળી આવતો હોય છે, ત્યારે આજે ભરુચ એલસીબી પોલીસે લક્ઝરી બસમાંથી 3.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. ભરુચ એલસીબી પોલીસે દારુની સાથે સાથે બેની ધરપકડ પણ કરી છે.
અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે 48 પર મુલદ ટોલપ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે પાટીલ ટ્રાવેલ્સની બસની ડિક્કીમાંથી 3.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. મોબાઈલ અને બસ મળી રૂ.14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્રના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પ્રવીણ નામના શખ્સે મહારાષ્ટ્રના મુકતાનગર તિરંગા હોટલના કમ્પાઉન્ડમાંથી ભરી આપ્યો હતો અને અમદાવાદના રામોલ ખાતે બસ પાર્કિંગમાં મૂકે ત્યારે જાણ કરવા જણાવ્યું હતું, એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats