લોડ થઈ રહ્યું છે...

ભુજ: પાલારા નજીક બાઈક-ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના કરૂણ મોત

image
X
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં ભુજના પાલારા નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. એકજ પરિવારના ત્રણના મોતથી પરીવરાજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતથી મોતના બનાવો પણ સતત સામે આવી રહ્યા છે. રાજ્યમાં અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદ, સુરત, બોટાદ સહિત જુદા જુદા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે.  ત્યારે ભુજના પાલારા નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. એકજ પરિવારના ત્રણના મોતથી પરીવરાજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભુજના પાલારા નજીક ખાવડા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક, ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરી હતી અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક મોતથી પરિવારજનો અને નજીકના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને પીડાનું વાતાવરણ સર્જ્યું છે. ભુજ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોની ઓળખ સુમરા પરિવારના સભ્યો તરીકે થઈ છે.આ દુર્ઘટનાના કારણો અને અન્ય વિગતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે

Recent Posts

મુંબઈ પહોંચેલા CJI બીઆર ગવઈ થયા ગુસ્સે, DGP અને મુખ્ય સચિવ સ્વાગત કરવા ન આવતા ઠાલવ્યો ગુસ્સો

રાજ્યમાં આજે આ જિલ્લાઓમાં વરસશે છુટોછવાયો વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

યુટ્યુબર માટે મિત્રતા બની સમસ્યા, જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં પ્રિયંકા સેનાપતિ કોણ છે? જાણો

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati