ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર, કામગીરીની ફરિયાદો થતા CID ક્રાઇમના PSI સિસોદિયા સસ્પેન્ડ
ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરજમાં બેદરકારી જણાતા અનેક પોલીસ કર્મીઓ સામે લાલઆંખ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં CID ક્રાઈમમાં ફરજ બજાવતા PSI સિસોદિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા સિસોદિયાને DGP વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. CID ક્રાઈમના PSI સિસોદિયાને તાતકાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર CID ક્રાઈમની ઓફિસમાં કાર્યવાહી
મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં CID ક્રાઈમ બ્રાંચમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા PSI સિસોદિયાની કામગીરી સામે અનેક ફરિયાદો થઈ હતી, જેની તપાસ SMCને સોંપવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ સિસોદિયા સામે આરોપો સિદ્ધ થતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે CID ક્રાઈમના PSI સિસોદિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
સિસોદિયાની કામગીરીને લઈને અનેક ફરિયાદો!
ગુજરાતમાં ઠગાઈ જેવા ગુનાઓને ડામવા રાજ્ય સરકારે CID ક્રાઈમમાં આર્થિક ગુના નિવારણ શાખા ઉભી કરવામાં આવી છે. જેમાં વેપારીઓ સાથે થતી આર્થિક છેતરપિંડી જેવા ગુનાઓ નોંધવામાં આવતા હોય છે. આ શાખામાં ફરજ બજાવતા PSI સિસોદિયા સામે અનેક ફરિયાદો મળી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ ફરિયાદોની તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો, જેમાં સિસોદિયા સામે આરોપો સિદ્ધ થતાં કાર્યવાહી કરાઇ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats