લોડ થઈ રહ્યું છે...

ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતના આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ, વાંચો લિસ્ટ

image
X

ગુજરાત વિધાનસભાની 2 પેટા ચૂંટણી માટે ભાજપે નવી રણનીતિ ઘડી છે. ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. 


ગુજરાતમાં અત્યારે વિધાનસભાની બે પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ તડામાર  પ્રચાર માટે રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે ભાજપે પણ હવે પ્રચંડ ચૂંટણી પ્રચાર કરવા ગુજરાતમાં પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કુલ 40 દિગ્ગજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી

  • 2 બેઠકો પર 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
  • CM ભૂપેન્દ્ર પટેલ ભાજપના સ્ટાર પ્રચારક
  • પ્રદેશ અધ્યક્ષ પાટીલ ભાજપના સ્ટાર પ્રચારક
  • પૂર્વ નાયબ CM નીતિન પટેલ ભાજપના સ્ટાર પ્રચારક
  • પૂર્વ CM વિજય રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક
  • સંગઠન મહામંત્રી રત્નાકરજી ભાજપના સ્ટાર પ્રચારક
  • બળવંત રાજપૂત, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવીનો સમાવેશ
  • ગોરધન ઝડફિયા, નંદાજી ઠાકોર, વિનોદ ચાવડાનો સમાવેશ
  • ભૂપેન્દ્ર ચુડાસમા, જીતુ વાઘાણી, ગોરધન ઝડફિયાનો સમાવેશ
  • કેન્દ્રીય મંત્રી માંડવિયા અને નિમુબેન ભાજપના સ્ટાર પ્રચારક

નોંધનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો  છે. BJPએ ગુજરાતમાં પોતાની પકડ જાળવી રાખી છે. આ વખતે પણ ભાજપે બન્ને બેઠકો પર જીતનું લક્ષ્યાંક માટે નવી રણનીતિ બનાવી છે. ખાસ કરીને ગુજરાતમાં પણ બન્ને બેઠકો પર જંગી બહુમતીથી જીત મેળવવા ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. 

Recent Posts

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18મો મૃતદેહ મળ્યો, હજી લાપતા 2 વ્યક્તિની શોધખોળ ચાલુ

ગુજરાતમાં હવે મેઘમંડાણ! અત્યાર સુધીમાં 70 તાલુકામાં મેઘ મહેર, ક્યા શહેરમાં કેટલો વરસાદ ખાબક્યો?

તંત્રની લાપરવાહીનો ભોગ બનનાર નિર્દોષ જનતાના મોતના આંકડા વધે ત્યારે સરકાર મૌન કેમ હોય છે?

Ambaji: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની થઇ શકે છે જાહેરાત

TOP NEWS | કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? |tv13gujarati

ટેસ્લા આ તારીખે કરશે ભારતમાં પ્રવેશ, એલોન મસ્ક સાથે PM મોદી પણ રહી શકે છે હાજર -સૂત્ર

ગુરુગ્રામમાં મહિલા ટેનિસ ખેલાડીની હત્યા, પિતાએ જ મારી દીધી ગોળી

નાસામાં હંગામો! ટ્રમ્પે એવો નિર્ણય લીધો કે એક જ વારમાં હજારો લોકોની નોકરીઓ જશે?

કપિલ શર્માના કાફેમાં ગોળીબાર, થોડા દિવસ પહેલા જ કર્યું હતું ઓપનિંગ