લોડ થઈ રહ્યું છે...

કેરળના કાસરગોડમાં મંદિરમાં ફટાકડા ફોડતી વખતે ગોડાઉન સુધી પહોંચતા બ્લાસ્ટ, 150 ઘાયલ, 8 ગંભીર

કેરળના કાસરોડ જિલ્લામાં નીલેશ્વરમ નજીક એક મંદિરમાં ફટાકડા ફોડવા દરમિયાન મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 150 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 8 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વીરકાવુ મંદિર પાસે ફટાકડાની દુકાનમાં આગ લાગવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે.

image
X
કેરળના કાસરોડ જિલ્લામાં નીલેશ્વરમ નજીક એક મંદિરમાં ફટાકડા ફોડવા દરમિયાન મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 150 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 8 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 
અંકુતામ્બલમ વીરારકવુ મંદિરમાં મોડી રાત્રે ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં આગ ફાટી નીકળી હતી અને થોડી જ વારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત સોમવારે મધરાતના સુમારે થયો હતો.
મંદિરમાં તહેવાર માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો
ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, "અંજુથમ્બલમ વીરારકવુ મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. મંદિરમાં તહેવાર માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને એક સ્ટોરમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન, રાત્રે 12.30 વાગ્યે અચાનક જ આગ લાગી હતી. સ્ટોરેજમાં જોરદાર વિસ્ફોટ થયો અને એક પછી એક બધા ફટાકડા સળગવા લાગ્યા."

પોલીસે વધુમાં જણાવ્યું કે, જ્યારે સ્ટોરમાં આગ લાગી ત્યારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. ભીડમાં હાજર લોકોએ આ આગનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં 150 થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 8ની હાલત ગંભીર છે. આગ લાગ્યા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવામાં આવી હતી.
સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી
આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખવા અને રાહત પ્રયાસોનું સંકલન કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક ધારાસભ્ય એમ રાજગોપાલે કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને જવાબદારોને સજા મળવી જોઈએ. તેમણે જિલ્લા કલેક્ટર નિલેશ્વર સાથે પણ વાત કરી હતી. ફટાકડા ઓછી તીવ્રતાના હતા અને જ્યાં વધુ ફટાકડા રાખવામાં આવ્યા હતા તે જગ્યાએ ફટાકડામાંથી તણખા પડતા આ ઘટના બની હતી. મંદિરના બે કમિટીના સભ્યોની અટકાયત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

Recent Posts

Los Angeles: પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર બોમ્બ બ્લાસ્ટ! અનેક પોલીસ કર્મીઓના મોતની આશંકા, તપાસના ચક્રોગતિમાન

TOP NEWS | બંગાળને 5 હજાર કરોડની ભેટ |tv13Gujarati

અમરેલી: વડિયાના ઢૂંઢિયા પીપળીયામાં ડબલ મર્ડર, લૂંટના ઇરાદે ખેડૂત વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.90 ટકા જળસંગ્રહ, જાણો સીઝનનો કેટલા ટકા નોંધાયો વરસાદ

દિલ્હી-NCRથી UP-બિહાર સુધી ભારે વરસાદનું એલર્ટ, જાણો તમારા રાજ્યમાં કેવું રહેશે હવામાન

અમે નકલી કેસોથી ડરીશું નહીં… AAP નેતા આતિશીના ભાજપ અને ED-CBI પર પ્રહાર

પશુપાલકોની શું છે નારાજગી...? સાબરડેરીએ આપેલા ભાવફેરની જાહેરાત બાદ પણ વિરોધ યથાવત

મેરઠ: નકલી ઇન્સ્પેક્ટરને પ્રેમ કરવો પડ્યો મોંઘો, પ્રેમિકાને મળવા જતા ખુલી ગઈ પોલ

Rajkot: લોકમેળાને લઈને મહત્વના સમાચાર, રાજ્ય સરકારે SOPના નિયમોમાં છૂટછાટ સાથે આપી મંજૂરી

'બંગાળ ભારતની વિકાસ યાત્રાનું મજબૂત એન્જિન બનશે' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ગાપુરમાં કહ્યું