GMDC ગ્રાઉન્ડ પાસે BMW બાઈકનો અકસ્માત, ઇન્ટીરિયર ડિઝાઇનર પાર્થ કલાલનું ઘટનાસ્થળે મોત
ભાવેશ રાજપુત, અમદાવાદ
અમદાવાદમાં મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના એક ઇન્ટિરિયર ડિઝાઇનર યુવકનું BMW બાઇક રેલિંગ સાથે અથડાતા કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકનો એક હાથ શરીરથી અલગ પડી ગયો હતો. અને તેનું બાઇક લગભગ 250 ફૂટ દૂર સુધી ઢસડાયું હતું. આ યુવકના મોટા ભાઈના આગામી 12 ડિસેમ્બરે જ લગ્ન હતા. ત્યારે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ નજીકના જ્યાં મોડી રાત્રે એક અકસ્માતમાં 25 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર પાર્થ કલાલનું કરુણ મોત થયું. વેજલપુરમાં રહેતો પાર્થ પોતાની મોંઘી BMW બાઇક લઈને પૂરઝડપે જઈ રહ્યો હતો. અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ તરફ જતી વખતે તેનું બાઇક પહેલા BRTS રેલિંગ સાથે અથડાયું. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્થ બાઇક સાથે ઢસડાયો અને નજીકના ઝાડ સાથે અથડાયો, જેના કારણે હેલ્મેટ પણ નીકળી ગયું. આ ભયંકર અકસ્માતમાં પાર્થનો એક હાથ શરીરથી છૂટો પડી ગયો અને તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું. જ્યારે તેનું બાઇક લગભગ 250 ફૂટ દૂર સુધી ગયું હતું.
પાર્થના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ઘરે લાવવામાં આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તેના માતા અને ભાઈના હૈયાફાટ રુદનથી આખું વાતાવરણ ગમગીન બન્યું છે. પાર્થના મોટા ભાઈના આગામી 12 ડિસેમ્બરના રોજ લગ્ન હતા. બે દિવસ બાદ ઘરમાં જે ઉત્સાહનું વાતાવરણ બનવાનું હતું, તે હવે શોકમાં ફેરવાઈ ગયું છે. અકસ્માતની જાણ થતા જ રાત્રે પાર્થના પિતા નંદલાલ કલાલ અને ભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, CCTVના આધારે અકસ્માતની તપાસ થવી જોઈએ. અકસ્માત બાદ બાઈક 250 મીટર સુધી ઢસડાયું છે. કોઈ વાહને પાછળથી ટક્કર મારી હોઈ શકે છે. આ અંગે કડક તપાસ થવી જોઈએ તેવી મૃતકના પિતાએ માગ કરી છે....
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. બાઇકમાં આગળ કે પાછળ કોઈ પણ જગ્યાએ નુકસાન થયું નથી. આ અકસ્માતમાં બાઇક સ્લીપ થયું કે પછી કોઈ વાહને પાછળથી ટક્કર મારી તે અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ગઇકાલે જ બાઇક અકસ્માતમાં ઇન્ફ્લુએન્સરે જીવ ગુમાવ્યો
ઉલ્લેખનીય છે કે સુરતના બ્રેડ લાઇનર સર્કલ નજીક 18 વર્ષના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું KTM બાઇક અકસ્માત થયો હતો. જેમાં તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું. યુનિવર્સિટી રોડ બ્રિજ પરથી અતિ ઝડપે ઊતરતી વખતે બાઇકે કાબૂ ગુમાવ્યો અને ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું, ત્યારે BMW બાઇકના અકસ્માતમાં પાર્થનો હાથ શરીરથી અલગ થયો છે. આ ઘટનાઓ ફરી એકવાર વાહનચાલકો માટે પૂરઝડપે વાહન ન ચલાવવાની અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ચેતવણી સમાન છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats