લોડ થઈ રહ્યું છે...

ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 સંતાનોની દાટેલી હાલતમાં મળ્યો મૃતદેહ, 10 દિવસથી હતા ગૂમ

image
X
ભાવનગરની એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં ફરજ બજાવતા એક ફોરેસ્ટ અધિકારીના પરિવારના 3 સભ્યો છેલ્લા 10 દિવસથી ગુમ હતા. જેમાં અધિકારીના પત્ની અને બે સંતાનોના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક એક ખાડામાંથી દાટેલી હાલતમાં મળ્યો છે. પોલીસે ત્રણેયની હત્યા કરીને પુરાવા છુપાવવા માટે મૃતદેહોને દાટી દીધા હોવાની પ્રબળ આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની ફોરેસ્ટ કોલોની નજીક એક ખાડામાં દાટી દીધેલા મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બંને સંતાનો સાથે માતા 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્રણેયની હત્યા કરી લાશનો દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે, થોડા દિવસ પૂર્વે સુરતથી તેમના 40 વર્ષીય પત્ની, 13 વર્ષની પુત્રી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. બાદમાં સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા.જેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની તેમના બે બાળકો સાથે છેલ્લા કેટલાક દિવસથી ગુમ થતા પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી અને હાલ ભારે શોધખોળ ચાલી રહી છે. 

પોલીસને પણ જાણ કરાતા આ સંદર્ભે જાણવા જોગ નોંધી પોલીસે લાપતા ત્રણેય લોકોની શોધખોળ સાથે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ પરિવારજનો દ્વારા લાપતા સભ્યોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી લોકોની મદદ મંગાઈ છે. જો કોઈને ગુમ થયેલા સભ્યો જોવા મળે તો પરિવારને ટેલિફોનીક જાણ કરવા અપીલ કરાઈ છે.