વડોદરાના આજવા નિમેટા રોડ પર બોલેરો પિકઅપ વાન પલટી, 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત
વડોદરાના આજવા નિમેટા રોડ પર બોલેરો પિકઅપ વાન પલટી હોવાની ઘટના સામે આવી છે.આજવા-નિમેટા રોડ ઉપર શ્રમિકોથી ભરેલી બોલેરો પીકઅપ ગાડી પલટી મારી જતા 10થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, , જરોદ પાસેના લીલોરા વસાહતના શ્રમિકો વડોદરા રોડ વિભાગના કામ અર્થે બોલેરો પીકઅપ ગાડીમાં સવાર થઈ વડોદરા આવી રહ્યા હતા. આ દરમિયાન નિમેટા રોડ ઉપર ગાડીનું ટાયર અચાનક પંચર થતા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના પરિણામે ગાડી રસ્તા પરથી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ પલટી ગઈ હતી. ગાડીમાં આશરે 30 જેટલા શ્રમિકો સવાર હતા, જેમાંથી મોટાભાગના લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં 10થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક તેમને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે સ્થાનિક પોલીસે પહોંચી તપાસ હાથ ધરી છે.માલવાહક વાહનમાં શ્રમિકોને બેસાડવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરોની બેદરકારી તથા ટ્રાફિક પોલીસની અવગણના સામે સવાલો ઉભા થયા છે. શ્રમિકોની સલામતી માટે જરૂરી પગલાં લેવા અંગે તંત્ર સામે ફરીથી માંગ ઉઠી રહી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB