બોટાદ: ગઢડાના ઉમરડા ગામેથી 6.22 લાખથી વધુનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, ધાનના ધનેડાઓમાં ફફડાટ
છેલ્લા ત્રણ-ચાર મહિનામાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં લાખનો સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યા છે. તેવામાં બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના ઉમરડા ગામમાંથી સરકારી અનાજ ઘઉં, ચોખા ભરેલી ટાટા જીપને ઢસા પોલીસ અને ગઢડા મામલતદારે ઝડપી છે.
ગઢડા મામલતદાર તેમજ ઢસા પોલીસ સંયુક્ત તપાસ કરતા ગઢડા તાલુકાના ઉમરડા ગામેથી ઘઉં ચોખાનો જથ્થો ભરેલી જીપ ઝડપાઇ છે. વાહનચાલક દામનગરથી આવી ઘેર ઘેર જુદા જુદા ગામડાઓમાં અનાજનો જથ્થો ઉઘરાવતા હોવાનુ સામે આવ્યું છે. અનાજ અને ગાડી મળી કુલ રૂ.૬,૨૨,૯૯૦ નો મુદ્દામાલ સિઝ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉમરડા ગામે આજે સવારે તંત્રને મળેલી બાતમીના આધારે ઢસા પોલીસ તેમજ ગઢડા મામલતદારે વોંચ ગોઠવીને એક ટાટા જીપમાંથી સરકારી અનાજ જેમાં ચોખા અને ઘઉં ભરીને લઈ જવાતો હતો. જે બાદ પોલીસે આ જીપની તપાસ કરતા સરકારી અનાજનો 6.22 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાહનચાલક દામનગરથી આવી ઘરે-ઘરે જુદા જુદા ગામડાઓમાં અનાજનો જથ્થો ઉઘરાવતા હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB