દુબઈમાં રોકાણનાં નામે અનેક સાથે ઠગાઈ કરી ફરાર થયેલા બંટી બબલી ઝડપાયા, તપાસમાં થયા મોટા ખુલાસા

આરોપીઓએ અચાનક રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેતા ભોગ બનનારાઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી સૌરિન પટેલ અને અક્ષીતા પટેલની પંજાબથી ધરપકડ કરી છે. આ બંને વિરુદ્ધ 15 જેટલા ફરિયાદીઓએ ફરિયાદ નોંધાવી અને ત્રણ કરોડ પચાસ લાખથી વધુની રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/  દુબઈ ખાતે ધંધામાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવી લઈ ઠગાઈ આચરનાર બંટી બબલી અંતે ઝડપાયા છે. આર્થિક ગુના નિવારણ શાખામાં આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે પંજાબથી પતિ પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદનાં સૌરીન પટેલ અને તેની પત્ની અક્ષીતા પટેલ દ્વારા વર્ષ 2021 માં એન્જલ ફિન્ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. જે બાદ તેઓએ અલગ અલગ લોકોનો સંપર્ક કરી તેમને દુબઈમાં ધંધામાં રોકાણ કરવાનું કહી ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપી હતી. જેથી અનેક લોકોએ પોતાની મૂડી આ બંટી બબલીની લાલચમાં આવી અને રોકાણ કરી હતી. અને શરૂઆતમાં આ પતિ-પત્નીએ રોકાણકારોને યોગ્ય વળતર પણ આપ્યું હતું. 

જે બાદ આરોપીઓએ અચાનક રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેતા ભોગ બનનારાઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી સૌરિન પટેલ અને અક્ષીતા પટેલની પંજાબથી ધરપકડ કરી છે. આ બંને વિરુદ્ધ 15 જેટલા ફરિયાદીઓએ ફરિયાદ નોંધાવી અને ત્રણ કરોડ પચાસ લાખથી વધુની રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.