કાર ચાલકને અચાનક આવ્યો હાર્ટ એટેક, 10 ગાડીઓને ટક્કર માર્યા પછી થયું મોત
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શનિવારે વહેલી સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો, જ્યારે એક ઝડપી કાર નિયંત્રણ બહાર ગઈ અને ઓછામાં ઓછા 10 વાહનો સાથે અથડાઈ. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. અકસ્માત થવા પાછળનું કારણ ડ્રાઇવરને થયેલો હૃદયરોગનો હુમલો હોવાનું કહેવાય છે.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, 55 વર્ષીય ધીરજ પાટિલ તેમની એમજી વિન્ડસર કાર ચલાવી રહ્યા હતા, આ દરમિયાન તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો, અને તેમણે પોતાની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવ્યાની સાથે જ કાર બેકાબુ થઈ ગઈ હતી અને એક ઓટો-રિક્ષા, એક કાર, એક ટુ-વ્હીલર અને અન્ય ઘણા વાહનોને કારે ટક્કર મારી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી ગંભીર હતી કે ઘણા વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. નજીકના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ
આ ભયાનક અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોવા મળી રહ્યું છે કે એક ઝડપી આવતી કાર અચાનક અન્ય વાહનો સાથે અથડાઈ જાય છે. ટક્કર બાદ વાહનોનો કાટમાળ રસ્તા પર વિખેરાઈ ગયો હતો અને ઘણા લોકો બચી ગયા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
પોલીસે જણાવ્યું કે ધીરજ પાટિલ તેમની ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે અકસ્માત પહેલા તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમણે તેમની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં અન્ય કોઈ વ્યક્તિના મોત થયાના અહેવાલ નથી, પરંતુ ઘણા વાહન માલિકોને આર્થિક નુકસાન થયું છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats