અમદાવાદમાં શેરબજાર ઓપરેટરના બંધ ફ્લેટમાંથી આશરે 80 થી 100 કરોડના સોના સાથે રોકડ ઝડપાઈ
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી DRI અને ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ આશરે 80 થી 100 કરોડનું સોનું અને ભારે રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. પોલીસને બાતમી મળતા એજન્સીઓ દ્વારા બંધ મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં DRI અને ATSએ મોટા જથ્થામાં સોનું અને ભારે રોકડ મળી આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે એજન્સીઓએ કરી કાર્યવાહી
અમદાવાદ પોલીસને બાતમી મળી હતી કે બંધ મકાનમાં 100 કિલો જેટલું સોનું પડ્યું છે. ત્યારે બાતમીના આધારે પાલડીમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટમાં મકાન નંબર 104માં DRI અને ATSના 25 જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓએ ભાડે લીધો હતો. પોલીસે દરોડા પાડતા 100 કિલો જેટલું સોનું અને ભારે રકમ મળી આવ્યા હતા.
શેરબજાર ઓપરેટર તેના સાગરિતો સાથે મળીને શેરના ભાવમાં ઉછાળો લાવી કરતા હતા પૈસા ભેગા
મળતી માહિતી પ્રમાણે શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી રહી છે.
રોકડ રકમ ગણવા મંગાવ્યું નોટ ગણવાનું નશીન
એજન્સીઓને મળેલી માહિતીના આધારે પાલડીમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડા પાડી અંદાજિત 100 કિલો જેટલું સોનું તેમજ રોકડ રકમ જપ્ત કરી છે. રોકડ રકમની ગણતરી કરવા માટે એજન્સીઓએ નોટ ગણવાનું મશીન મંગાવ્યાની માહિતી મળી રહી છે. એજન્સીઓ આ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats