ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ કરાર, વ્હાઈટ હાઉસ છોડતા પહેલા બિડેનની મોટી ડીલ, જાણો ક્યારે અટકશે યુદ્ધ?

ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે. અમેરિકાએ યુદ્ધવિરામનો સોદો કર્યો છે. ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે મંગળવારે આને મંજૂરી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે યુદ્ધવિરામ ઇઝરાયેલ અને લેબેનોનના સમય અનુસાર સવારે 4 વાગ્યાથી અમલમાં આવશે.

image
X
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસ છોડતા પહેલા એક મોટી સફળતા મેળવી છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ સંબંધિત ડીલ કરવામાં તે સફળ રહ્યા છે. ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે મંગળવારે મોડી રાત્રે યુદ્ધવિરામને મંજૂરી આપી હતી. ઑક્ટોબર 7 માં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા પછી હિઝબુલ્લાએ ઉત્તરીય સરહદ પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ ડીલ બાદ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લગભગ 14 મહિનાથી ચાલી રહેલ યુદ્ધનો અંત આવશે. રાષ્ટ્રીય સુરક્ષા કેબિનેટે તેને 10-1ના મતથી મંજૂરી આપી હતી.

થોડીવાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી કે ઇઝરાયેલ અને લેબેનોનના સમય અનુસાર સવારે 4 વાગ્યાથી યુદ્ધવિરામ અમલમાં આવશે. ભારતીય સમય અનુસાર આ યુદ્ધવિરામ સાંજે 7:30 વાગ્યાથી અમલમાં આવશે. કરારની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આ કથિત રીતે 60-દિવસની વિન્ડો આપે છે જે દરમિયાન ઇઝરાયેલ દક્ષિણ લેબનોનમાંથી તેની સેના પાછી ખેંચી લેશે. લેબનીઝ સેના લિતાની નદીની દક્ષિણમાં લગભગ 5,000 સૈનિકો તૈનાત કરશે.

શું હિઝબુલ્લાહ ઇઝરાયેલની સરહદોથી દૂર જશે?
યુદ્ધવિરામ કરાર અનુસાર, હિઝબોલ્લાહ દક્ષિણ લેબનોન છોડી દેશે અને તેના લશ્કરી માળખાને નષ્ટ કરવામાં આવશે. હિઝબોલ્લાહ દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો જવાબ આપવા માટે અમેરિકા ઇઝરાયેલને અધિકાર પણ આપી રહ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, 'ઈઝરાયેલ આ પ્રક્રિયામાં અમેરિકાના સહયોગની પ્રશંસા કરે છે અને તેની સુરક્ષા માટે કોઈ પણ ખતરો સામે કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખે છે.'

બે મિનિટમાં 20 ઈમારતો ધ્વસ્ત
ઇઝરાયેલ કેબિનેટે યુદ્ધવિરામને મંજૂરી આપી તે પહેલા ઇઝરાયેલે દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાહના ગઢ પર હુમલો કર્યો હતો. મંગળવારે બપોરે બે મિનિટમાં 20 ટાર્ગેટ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે 24 વર્ષમાં તે પ્રથમ વખત છે કે તેના સૈનિકો લિતાની નદીના એક ભાગમાં પહોંચ્યા છે. 20 ઈમારતો પર હુમલો કરતા પહેલા ઈઝરાયેલે લોકોને ત્યાંથી જવાની ચેતવણી આપી હતી. IDFએ કહ્યું કે બે મિનિટમાં તેણે તમામ 20 ઇમારતોને નષ્ટ કરી દીધી.

Recent Posts

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

અલ્લુ અર્જુનને જેલમાં ન મળી VIP ટ્રીટમેન્ટ, જમીન પર સૂઈને રાત વિતાવી, જમ્યો પણ નહીં

'વન નેશન વન ઈલેક્શન' બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે, ચર્ચા માટે JPCને મોકલાશે

એક્ટર અલ્લુ અર્જુન વહેલી સવારે જેલમાંથી છૂટ્યો, અભિનેતાએ જેલમાં જ વિતાવી પડી રાત

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલને આપી મંજૂરી, હવે આ દેશમાં યોજાશે ભારતની મેચ

અંક જ્યોતિષ/ 14 ડિસેમ્બર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/14 ડિસેમ્બર 2024 :મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારું રાશી ભવિષ્ય