લોડ થઈ રહ્યું છે...

ChatGPTથી ફક્ત Ghibli જ નહીં પણ આ 10 વિવિધ પ્રકારની ઇમેજ પણ બનાવી શકાય છે, જાણો પ્રોસેસ

image
X
AI આર્ટની દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને હવે OpenAIના પ્લેટફોર્મ ChatGPT-4oની ઈમેજ જનરેશન ફીચરે તેને વધુ અદ્યતન બનાવ્યું છે.  ChatGPT સાથે બનેલી Ghibliની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. પરંતુ ChatGPT વડે માત્ર Ghibli ઇમેજ જ નહીં પરંતુ તેની સાથે 10 વિવિધ પ્રકારની ઇમેજ પણ બનાવી શકાય છે.

ChatGPT કેવી રીતે કામ કરે છે?
OpenAIના આ નવા AI મોડલમાં કોઈપણ સામાન્ય તસવીરને નવા પિક્ચરમાં કન્વર્ટ કરવાની ક્ષમતા છે. યુઝર્સ માત્ર એક જ સ્ટાઈલથી અટવાયેલા નથી પરંતુ ઘણા અનોખા આર્ટ ફોર્મ્સ ટ્રાઇ કરી શકે છે. 

સાયબરપંક નિયોન
આ એક નવા પ્રકારનો ફોટો છે જે ભવિષ્યની ઝલક દર્શાવે છે. જેવુ 'બ્લેડ રનર 2049' અથવા 'સાયબરપંક 2077' જેવા મૂવીઝમાં જોવા મળે છે તેમ આ શૈલીમાં પ્રકાશિત શહેરો, ઊંચી ઇમારતો અને સહેજ અંધારિયા વાતાવરણને બતાવે છે.

બેરોક ઓઇલ પેઇન્ટિંગ
આને એક અનોખી તસવીર માનવામાં આવે છે. કેમકે તે રેમબ્રાન્ડ અને કારવાઝો જેવા જૂના યુરોપિયન કલાકારોની કળાથી પ્રેરિત શૈલી છે, જે ઊંડાઈ, પ્રકાશ અને પડછાયાનું અદ્ભુત સંયોજન દર્શાવે છે.

પિક્સેલ આર્ટ
તે જૂની 8-બીટ અને 16-બીટ રમતોની યાદ અપાવે છે. આ શૈલી આધુનિક ફોટોઝને રેટ્રો ગેમ લુક આપે છે.

પિક્સર-ઇન્સપાઈરડ એનિમેશન
આ શૈલી ગોળાકાર ધાર, તેજસ્વી રંગો અને અભિવ્યક્ત પાત્રો સાથેની શૈલી છે જે 'ટોય સ્ટોરી' અને 'ઇનસાઇડ આઉટ' જેવી ફિલ્મોની યાદ અપાવે છે.

કાર્ટૂન સ્ટાઇલ
લૂની ટ્યુન્સ જેવા જૂના કાર્ટૂનથી લઈને એડવેન્ચર ટાઈમ જેવા નવા ડિજિટલ શો સુધી, આ શૈલી દરેક ફોટાને એક અલગ જ ડિઝાઇન અને દેખાવ આપે છે.

ગોથિક નોઇર
આ શૈલી મિસ્ટ્રી અને હોરર ફીમલ્સના ફેન્સ માટે છે, આ શૈલી ડાર્ક કલર અને ઊંડા પડછાયાઓ સાથે ફોટાને રહસ્યમય બનાવે છે.

કેરિકેચર આર્ટ 
આ શૈલી રમૂજી રીતે ચહેરા સાથે બદલાવ કરે છે અને દરેક પોટ્રેટને રમૂજી અને હાસ્યાસ્પદ બનાવે છે.

સુરરેયલીસ્ટ એબસટ્રેક્શન 
સાલ્વાડોર ડાલી જેવા કલાકારોની જેમ, આ શૈલી વાસ્તવિકતા સાથે કલ્પનાને મિક્સ કરે છે જે અસામાન્ય કશેપના ફોટોગ્રાફ્સ બનાવે છે.

માંગા એન્ડ એનિમે 
આ શૈલી જાપાનીઝ કલા પ્રેમીઓ માટે સંપૂર્ણ રીતે બંધબેસે છે. જે જાપાનની સૌથી ફેમસ સીરિઝ માંગા અને એનિમે સ્ટાઇલ ઇમેજિસ બનાવે છે. 

ઇમ્પ્રેસીનોઈસ્ટ બ્રશવર્ક
મોનેટ અને રેનોઇર જેવા કલાકારોની કળાને દર્શાવતી આ શૈલી છૂટક બ્રશસ્ટ્રોક અને લોકોને ગમતી પ્રકાશની રમત દ્વારા આકર્ષક ચિત્ર બનાવે છે.

ChatGPT-4o સાથે આ ઇમેજિસ કેવી રીતે બનાવવી
આ સુંદર સ્ટાઇલવાળા ફોટા ChatGPT વડે સરળતાથી બનાવી શકાય છે.

શૈલીની વિગતો પ્રદાન કરો: જેમ કે "નિયોન લાઇટ્સથી સુશોભિત સાયબરપંક શહેર" અથવા "ઇમ્પ્રેશનિસ્ટ બ્રશવર્કમાં સૂર્યાસ્ત".

ફોટાની વિગતોનું વર્ણન કરો: રંગો, ટેક્સચર, લાઇટિંગ અને વિઝ્યુઅલ કમ્પોઝિશનનું વર્ણન કરો.

પ્રોમ્પ્ટમાં ફેરફાર કરો: જરૂરિયાત મુજબ ફેરફારો કરો અને વિવિધ વર્ઝન અજમાવો.

થોડી ક્રિએટિવિટી અને એક્સપિરિમેન્ટ્સ સાથે, તમે કોઈપણ સામાન્ય ચિત્રને એક અલગ સ્ટાઇલમાં ફેરવી શકો છો.

Recent Posts

રાત્રે 8 કલાક AC ચાલે ત્યારે કેટલી વીજળીનો વપરાશ થાય છે? આ રીતે તમે કરી શકો છો ગણતરી

YouTube પર કમાણી કરવા માટે વ્યૂઝની જરૂર નથી, તમે આ 4 પદ્ધતિઓ દ્વારા લાખો રૂપિયા કમાઈ શકો છો, જાણો

60 ટકા ભારતીયો AI વિશે જાણતા નથી, Google-Kantar રિપોર્ટમાં થયો ખુલાસો

ISROના ભૂતપૂર્વ વડા ડૉ. કે. કસ્તુરીરંગનનું અવસાન, રોકેટના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી

ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ બ્લોક, IT મંત્રાલયના આદેશ પર કાર્યવાહી

Metaએ લોન્ચ કરી Edits એપ, મફતમાં કરી શકાશે વીડિયો એડિટિંગ

લોકો 6G ની રાહ જોતા રહ્યા! આ દેશે 10G નેટવર્ક લાવીને હલચલ મચાવી દીધી

હવે ફ્રીમાં મળશે બ્લુ ટિક, Blueskyએ લોન્ચ કરી નવી સેવા બ્લુ ચેક

ChatGPTની ખાસ સુવિધાઓ માટે નહી ચૂકવવા પડે પૈસા, હવે Grok આ બધા કાર્યો મફતમાં કરશે!

Googleને મોટો ફટકો, એન્ટિટ્રસ્ટ કેસમાં મળી હાર