છોટાઉદેપુર: સિમેન્ટ ટેન્કરની આડમાં 2.70 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
અજય જાની, છોટાઉદેપુર
છોટાઉદેપુર પોલીસે જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો ગણાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી, બુટલેગરોની સિમેન્ટ ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી કરવાની યુક્તિ નિષ્ફળ બનાવી છે. એસપી ઈમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ, છોટાઉદેપુર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) પોલીસે ચોક્કસ બાતમીના આધારે પાવીજેતપુર રેલવે ઘરનાડા પાસે વોચ ગોઠવી હતી. તેમને માહિતી મળી હતી કે હરિયાણાથી ગુજરાતમાં બ્લુ કલરનું એક સિમેન્ટનું કન્ટેનર વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને આવી રહ્યું છે.
પોલીસે વોચ દરમિયાન શંકાસ્પદ બ્લુ કલરના સિમેન્ટ ટેન્કરને રોકીને પંચોની રૂબરૂમાં તપાસ કરી હતી. તપાસ કરતાં ટેન્કરની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1,560 કરતાં વધુ પેટીઓમાંથી 28,812 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. આ ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ. 2.50 કરોડ આંકવામાં આવી છે. પોલીસે દારૂ અને ટેન્કર સહિત કુલ રૂ. 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સિમેન્ટના ટેન્કર સાથે આરોપી મહેશ જાટને ઝડપી પાડ્યો છે, જે રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. LCB હાલ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો અને કોને પહોંચાડવાનો હતો, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats