ટેરિફ વૉરમાં અમેરિકા સામે પડ્યું ચીન, કોલસો અને ક્રૂડ ઑઈલ પર 15% ટેક્સ વધાર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વૉર પર ચીને પ્રતિક્રિયા આપતાં વિવિધ ચીજો પર 10થી 15 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરી છે. ચીનના આ પગલાંતી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. અમેરિકાએ ચીનના સામાન પર 10 ટકા ટેરિફ લાદતાં ચીને જવાબી કાર્યવાહીમાં અમેરિકાના કોલસા અને એલએનજી પ્રોડક્ટ્સ પર 15 ટકા ટેરિફ વધાર્યો છે. તેમજ ક્રૂડ અને અન્ય ચીજો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે.

image
X
ચીનની સરકારે જણાવ્યું કે, કોલસા, અને લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્રોડક્ટ્સ પર 15 ટકા, જ્યારે ક્રૂડ ઓઈલ, કૃષિ મશીનરી, લાર્જ-ડિસ્પ્લેસમેન્ટ કાર પર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે. વધુમાં ગુગલના એકાધિકાર વિરૂદ્ધ તપાસ  શરૂ કરી છે. ગુગલે ચીનની કંપનીઓ સાથેના કરારમાં ભંગાણ પડતાં ચીનની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી.

અમેરિકાએ નિયમોનો ભંગ કર્યો
ચીનના રેગ્યુલેટર્સે જણાવ્યું હતું કે, 'અમેરિકાનો એકપક્ષીય ટેરિફ વધારો વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે. તે ફક્ત પોતાની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ નથી, પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેના સામાન્ય આર્થિક અને વેપાર સહયોગને પણ નુકસાન પહોંચાડે છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. તે મંગળવારથી અમલમાં આવવાનો હતો. જોકે ટ્રમ્પે આગામી થોડા દિવસોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાની યોજના બનાવી હતી.'

ટ્રમ્પની ચીન સાથે વાતચીત કરવાની તૈયારી
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા બાદ તેને 30 દિવસનો સમય આપ્યો હતો. પરંતુ ચીનને કોઈ રાહત આપી ન હતી. જો કે, ટ્રમ્પે ચીન સાથે ટેરિફ મુદ્દે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, તે આગામી 24 કલાકમાં ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગ સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે, ચીન પર લાદવામાં આવેલા ટેરિફ મંગળવારે 12.01 વાગ્યાથી લાગુ થયા છે. 

Recent Posts

ડુક્કરની કિડની માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ; ઓપરેશન પછી તે વ્યક્તિ ઘરે પાછો ફર્યો; ડોક્ટરોનો નવો ચમત્કાર

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, બિડેનની સુરક્ષા મંજૂરી રદ; ગુપ્ત માહિતી હવે ઉપલબ્ધ રહેશે નહીં

ટ્રમ્પના પગલાંની અસર, ભારતીય વિદ્યાર્થીઓ નોકરી છોડી રહ્યા છે; ડરનું મુખ્ય કારણ શું છે તે જાણો છો?

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓમાં ગેરરીતિનો વિરોધ કરીને ઇમરાન ખાનની પાર્ટીએ કાળો દિવસ ઉજવ્યો; પોલીસે કરી ધરપકડ

અમેરિકામાં જાતીય શોષણના આરોપમાં ભારતીય નાગરિકની ધરપકડ, દેશનિકાલની કાર્યવાહી થશે

મુંબઈમાં 7 અને કેરળમાં 2 બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ, ઢાકામાં બાંગ્લાદેશી અભિનેત્રી મેહર અફરોઝની અટકાયત

હમાસ અને ઇઝરાયલ યુદ્ધવિરામ પર સંમત, ગાઝામાંથી વધુ ત્રણ બંધકોને મુક્ત કરાયા

સુનિતા વિલિયમ્સએ મૌન તોડ્યું અને કહ્યું- આપણે એવી સ્થિતિમાં છીએ જ્યાં...

ભારતીય મૂળના CEO એ એલોન મસ્કને કેમ પડકાર આપ્યો? ટ્રમ્પના નિર્ણય પર હોબાળો થયો હતો

અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના, બધા મુસાફરોના મોત; 8 દિવસમાં ત્રીજો અકસ્માત