લવિંગના ઉપાય થી એટલા થશે ફાયદા કે જાણી ને ચોંકી જશો, જાણો શું છે ફાયદાઓ
રસોઈમાં ઉપયોગમાં આવતું લવિંગ એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. લવિંગ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. અલગ અલગ વસ્તુઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ ખાવા પીવાની વસ્તુઓનો સ્વાદ અને સુગંધ વધારે છે.
લવિંગ સાથે લીંબુ ખાવાથી થતા ફાયદા
- લીંબુ અને લવિંગનું કોમ્બિનેશન પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે. લીંબુ અને લવિંગ ગટ હેલ્થ સુધારે છે.
- લવિંગ અને લીંબુથી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનાથી સોજા ઓછા થાય છે. કોઈ અંગમાં સોજો રહેતો હોય તો લવિંગ અને લીંબુનું સેવન કરવું જોઈએ.
- હાડકામાં કે સાંધામાં દુખાવો રહેતો હોય તો લવિંગ અને લીંબુ સાથે લેવાનું શરૂ કરી દેવું. તેનાથી હાડકા મજબૂત થાય છે.
ફેફસા સંબંધિત બીમારીથી રાહત મેળવવા માટે પણ લવિંગ અને લીંબુનો ઉપયોગ કરી શકાય છે. લીંબુ અને લવિંગનું કોમ્બિનેશન શરદી, ઉધરસ, અસ્થમા જેવી સમસ્યામાં ફાયદો કરે છે.
કેવી રીતે કરવું લવિંગ અને લીંબુનું સેવન?
એક લીટર પાણીમાં પાંચ થી છ લવિંગ ઉકાળો. પાણીનો રંગ બદલી જાય પછી ગેસ બંધ કરો અને હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરો. આ રીતે બનાવેલી લવિંગની ચાને સવારે અને સાંજે પી શકાય છે. આ સિવાય રાત્રે એક ગ્લાસ પાણીમાં બે થી ત્રણ લવિંગ પલાળીને સવારે તેના પી શકાય છે.
લવિંગના અન્ય ઉપયોગો
લવિંગ એક એવો મસાલો છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. લવિગ માત્ર રોગોથી બચાવતું નથી પણ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. લવિગમાં વિટામિન સી અને ઝીંક જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વિકસાવે છે દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે લવિગનો ઉપયોગ પણ કરી શકાય છે. જો તમને ખાંસી કે ગળામાં દુખાવો હોય તો લવિગ પણ રાહત આપે છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને શરીરની સહનશક્તિ પણ વધે છે. લવિગમાં બળતરા વિરોધી અને બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો હોય છે, જે પાચન સુધારવામાં પણ મદદ કરે છે.
Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો પ્રશ્નો અથવા સમસ્યા હોય, તો તમારા ડૉક્ટરની સલાહ લો.