કચ્છમાંથી ઝડપાયું અધધધ કરોડનું કોકેઇન, પોલીસે કરી 4ની ધરપકડ

કચ્છમાં SOGએ દોઢ કરોડનું કોકેઇન ઝડપી પાડ્યું છે. સામખિયાળી પાસે કારમાંથી 1.47 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પોલીસે 4 લોકોની અટકાયત કરી છે.

image
X
ફરીથી કચ્છમાંથી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. પૂર્વ કચ્છ પોલીસે સામખિયાળી પાસેથી આશરે દોઢ કરોડ રૂપિયાનું કોકેઇન ઝડપી પાડ્યું છે. પોલીસે કોકેઇન સાથે 4 લોકોની અટકાયત કરી છે. બાતમીના આધારો પોલીસે પંજાબના દંપતી સહિત 4 લોકોને પકડી પૂછપરછ હાથ ધરી છે. 

પૂર્વ કચ્છ પોલીસવડાની સૂચના અંતર્ગત ગઈકાલે આદીપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન, લાકડીયા ધોરીમાર્ગ પર ભારત હોટલ નજીક ત્રણ રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન, એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કારને રોકવામાં આવી હતી. કારમાં એક ડ્રાઇવર અને અન્ય ત્રણ વ્યક્તિઓ સવાર હતા. 
કારની ચકાસણી દરમિયાન બોનટના ભાગે એર ફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો.પોલીસે પંચનામું કરી એનડીપીસી ધારા હેઠળ કાર્યવાહી કરી, માદક પદાર્થ સાથે કારમાં સવાર ચાર ઇસમોને પકડી લેવાયા છે, તેમાં બે મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે.

Recent Posts

Ahmedabad: રામોલમાં કુખ્યાત ગુનેગારે જાહેરમાં કરી યુવકની હત્યા, આરોપીની તપાસમાં અનેક ખુલાસા

પુત્રવધુની હત્યા કરી આકસ્મિક મોતમાં ખપાવનાર સાસુને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જાણો શું હતો મામલો

ગુજરાતમાં ગેંગવોર થતા અટકી, ભાઈની હત્યાનો બદલો લેવા હથિયારો લઈને ફરતા બે ગુનેગાર ઝડપાયા

ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની પોલીસે કરી ધરપકડ, મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર

રાજસ્થાનનાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર ટોળકીનો સાગરીત ઝડપાયો, અનેક વેપારીઓને ફસાવ્યા હોવાનો ખુલાસો

નકલી ED રેડ કેસ મામલે રાજકારણ ગરમાયું, ઇસુદાન ગઢવીએ હર્ષ સંઘવીને આપ્યો સણસણતો જવાબ

Ahmedabad/ચેતજો... શેર માર્કેટમાં મોટો નફો કમાવાની લાલચમાં સિનિયર સિટીઝને ગુમાવ્યા 1.84 કરોડ, ગઠિયાએ આ રીતે પડાવ્યા પૈસા

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા