ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ખરાબ આઉટફિલ્ડને કારણે બે દિવસ સુધી તો કોઈ રમત જ થઈ શકી ન હતી. જે બાદ આજે ચોથા દિવસની રમત અત્યારે ચાલુ છે. બાંગ્લાદેશની ટીમ કાનપુર ટેસ્ટના પ્રથમ દાવમાં ચોથા દિવસે 233 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશને પ્રથમ દાવમાં છેલ્લો ઝટકો આપ્યો હતો. આ સાથે જાડેજાએ જ ઈતિહાસ રચ્યો છે. આવું કરનાર જાડેજા એશિયાનો પ્રથમ બોલર બની ગયો છે.
જાડેજાએ ઈતિહાસ રચ્યો
રવિન્દ્ર જાડેજા પ્રથમ દાવમાં માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ એક વિકેટ લઈને જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પણ પૂરી કરી લીધી છે. જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 વિકેટ અને 3000 રન બનાવનાર એશિયન ખેલાડી બની ગયો છે.

Congratulations @imjadeja for completing 300 wickets in Test match cricket. Your discipline and consistency with the ball have been pivotal in India's dominant run in the longest format of the game! ????????#INDvBAN pic.twitter.com/U8u9eeFuf0
— Jay Shah (@JayShah) September 30, 2024

બાંગ્લાદેશ 233માં ઓલઆઉટ થઈ
આજે 30 સપ્ટેમ્બરે ભારત અને બાંગ્લાદેશ ટીમ વચ્ચે કાનપુર ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. બાંગ્લાદેશનો પ્રથમ દાવ 233 રનમાં સમેટાઈ ગયો હતો. આ મેચમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો કારણ કે ભારે વરસાદને કારણે મેદાન ખૂબ જ ભીનું હતું. બીજા દિવસે પણ વરસાદના કારણે એક પણ બોલ રમાયો ન હતો. જ્યારે ખરાબ લાઈટ અને વરસાદને કારણે પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટ મેચ 280 રને જીતી લીધી હતી. રવિચંદ્રન અશ્વિને અદભૂત ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/