બિગ બોસ OTT સિઝન 3માં કન્ટેસ્ટન્ટ તરીકે આ વિવાદિત યુટ્યુબર આવશે, નામ જાણીને ચોંકી જશો

આ વખતે શોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે સલમાન ખાનની જગ્યાએ અનિલ કપૂર બિગ બોસની હોસ્ટ સીટ પર બેસશે. અનિલ કપૂર બિગ બોસ OTT 3 હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં શોમાં ભાગ લેનાર સ્પર્ધકોના નામ સતત સામે આવી રહ્યા છે.

image
X
વિવાદાસ્પદ શો બિગ બોસ OTTની સીઝન 3 ને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચા ચાલી રહી છે. આ શોને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે, જે દર્શકોની ઉત્તેજના અનેક ગણી વધારી રહી છે. આ વખતે શોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે સલમાન ખાનની જગ્યાએ અનિલ કપૂર બિગ બોસની હોસ્ટ સીટ પર બેસશે. અનિલ કપૂર બિગ બોસ OTT 3 હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં શોમાં ભાગ લેનાર સ્પર્ધકોના નામ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે એક પ્રખ્યાત યુટ્યુબરનું નામ સામે આવ્યું છે. 

બે પત્નીઓ ધરાવે છે અરમાન મલિક
બિગ બોસ OTT 3 માટે અત્યાર સુધીમાં ઘણા નામો સામે આવ્યા છે. આ દરમિયાન ફરી એકવાર યુટ્યુબર અરમાન મલિકનું નામ ચર્ચામાં આવ્યું છે. અરમાન તેની બે પત્નીઓને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે અરમાન મલિક તેની બે પત્નીઓમાંથી પ્રથમ પાયલ મલિક સાથે શોમાં પ્રવેશ કરશે. પરંતુ હવે એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. biggbossott3.tazakhabarના નવા અહેવાલ મુજબ હવે અરમાન તેની પત્ની સાથે નહીં પણ એકલો બિગ બોસ OTT 3માં જશે. આટલું જ નહીં શોમાં તેનું નામ કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે એટલે કે આ શોમાં અરમાન જોવા મળશે.

અરમાન સિવાય આ સ્પર્ધકોના નામ પણ ચર્ચામાં
બિગ બોસ OTT 3 માટે યુટ્યુબર અરમાન મલિક સિવાય પણ ઘણા મોટા નામ આગળ આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ તનુશ્રી દત્તા, ધર્મેન્દ્રની પુત્રી આહાના દેઓલ, સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી અને ઉષ્મે ચક્રવર્તીનું નામ પણ સામે આવી રહ્યું છે. આ સિવાય કૃતિ સેનનની બહેન નુપુર સેનન અને અભિનેત્રી અનુષા દાંડેકરનું નામ પણ સામે આવ્યું છે. જો કે, અત્યાર સુધી આ સ્ટાર્સના નામને લઈને શોના મેકર્સ તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી.

Recent Posts

સુશાંત સિંહ રાજપૂતની ડેથ એનિવર્સરી પર સારાએ એક અનસીન ફોટો શેર કર્યો; જુઓ કઈ રીતે શ્રદ્ધાંજલી આપી

કમલ હાસને કલ્કિ 2898 એડી માટે તગડી ફી વસુલી; જાણો કેટલા પૈસા મળ્યા

આ વિકેન્ડમાં માણો ગેંગસ્ટર વોર અને ડ્રામાથી ભરપૂર સીરિઝ; જુઓ લિસ્ટ

છૂટાછેડાના સમાચાર વચ્ચે નતાસાની ઈન્સ્ટા સ્ટોરીએ ફેન્સને આશ્ચર્યમાં મૂક્યા; જાણો શું કરી પોસ્ટ

અજય દેવગન-તબ્બુ ફરી રોમાન્સ કરતા જોવા મળશે, ઓરોં મેં કહાં દમ થાનું ટ્રેલર રીલીઝ

કંગનાના સમર્થનમાં આવ્યો કરણ; કહ્યું હિંસા ખોટી છે

સોનાક્ષી અને ઝહીરના લગ્નની ડેટ ફાઈનલ, આ સ્ટાર્સ આપશે હાજરી

T20 WC 2024: ભારતની જીતથી નાચવા લાગી મીસીસ કોહલી; જુઓ વિડીયો

જાણો કોણ છે કંગનાને થપ્પડ મારનાર કુલવિંદર કૌર ?

અયોધ્યા પર વાયરલ થયેલી મારી પોસ્ટ ફેક: સોનુ નિગમ