'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ને લઈને વિવાદ...શાહરૂખ-ગૌરી અને નેટફ્લિક્સ સામે માનહાનિની નોટિસ, લગાવ્યો આ આરોપો
અમિત રાય, મુંબઇ
IRS અધિકારી સમીર વાનખેડેએ દિલ્હી હાઈકોર્ટમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય સામે કાયમી અને ફરજિયાત મનાઈ હુકમ, ઘોષણા અને નુકસાનીની માંગણી કરતો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, બોલિવૂટ કિંગખાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન પોતાની નેટફ્લિક સીરિઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ને લઈને વિવાદમાં આવી ગયા છે. સમીર વાનખેડેએ સીરિઝમાં પોતાની છબી ખરાબ દર્શાવવાને લઈને શાહરૂખ ખાન, ગૌરી ખાન, નેટફ્લિક્સ ઈન્ડિયા અને રેડ ચિલીઝ વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિનો કેસ નોંધાવ્યો છે. વાનખેડેએ શાહરૂખના દીકરા આર્યન ખાનના દિગ્દર્શક હેઠળ બનેલી પહેલી ફિલ્મને 'ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યું' ગણાવી હતી.
વાનખેડેએ દાવો કર્યો હતો કે, આ સીરિઝ 'એન્ટી-ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું ભ્રામક અને નકારાત્મક ચિત્રણ કરે છે, જેના કારણે કાયદા અમલીકરણ સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ઓછો થાય છે. વાનખેડેના વકીલ જતિન પારાશરે કહ્યું કે, સમીરનો આરોપ છે કે, આર્યન ખાનની પોતાની સીરિઝમાં તેના જેવા જ વ્યક્તિને દર્શાવાયા છે. શોમાં તેનું કેરેક્ટર એસેસિનેશન કરાયું. શોને લઈને સમીર વાનખેડે અને તેના પરિવારને અપશબ્દો કહેવા પડી રહ્યા છે. તેમને ભ્રષ્ટ ગણાવાય રહ્યા છે. તેવામાં આર્યનના શોના તે ભાગને ડિલીટ કરવામાં આવે...
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats