ગુજરાતમાં કોરોનાનો કહેર...છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 167 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 615ને પાર
ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 167 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ 600 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 615 પર પહોંચી ગયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 167 કેસ
મળતી માહિતી મુજબ, રાજ્યમાં આજે કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે. કોવિડ-19ના નવા 167 કેસ સાથે કુલ 615 કેસ થયા છે. ગુજરાતમાં કોરોનાના 615 કેસમાંથી 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોરોના સંક્રમિત 600 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 60 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
- રાજ્યમાં આજે કોરોનાના નવા 167 કેસ નોંધાયા
- કોવિડ-19ના નવા 167 કેસ સાથે કુલ 615 કેસ થયા
- 615 કેસમાંથી 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- 600 દર્દીઓ હોમ આઈસોલેશનમાં
- 60 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા
રાજ્ય સરકારે જનતાને સાવચેતી રાખવા અપીલ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધવા એ ચિંતાનો વિષય છે. રાજ્યમાં કોરોનાના કેસો સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે જનતાને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અસરવા સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ જ વધુ જોવા મળી રહી છે. ભીડવાળા વિસ્તારમાં માસ્ક પહેરીને જવુ જોઇએ, લોકો સાથે અંતર જાળવી રાખીને વાતચીત કરવી વગેરે જેવા સૂચનો રાજ્ય સરકારે કર્યા છે. ત્યારે આ કોરોનાની લહેરથી બચવા માટે ગાઇડ લાઇનનું પાલન કરવું અપીલ કરાઇ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats